- અરવલ્લી જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો ફટાકડાની ખરીદી કરવા ઉમટ્યા
- સરકારે વિદેશથી આયત કરેલા ફટાકડા પર પ્રતિબંધ મૂક્યો
- દુકાનોમાં દેશી ફટાકડા જ જોવા મળી રહ્યા છે
અરવલ્લી : દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ધનતેરસની સંધ્યાએ અરવલ્લી જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો ફટાકડાની ખરીદી કરવા ઉમટ્યા હતા. લોકો દિવાળી નિમિત્તે ખરીદી કરવા આવવાને કારણે વેપારીઓમાં ખુશી વ્યાપી હતી. આ સાથે જ વેપારીઓએ દિવાળી સારી જશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
વિદેશથી ફટાકડા આયાત કરવા પર પ્રતિબંધ
કોરોનાને લઇ ફટાકડા બજારમાં થોડા દિવસો પહેલા બજારો સુમસામ હતી. જો કે તહેવારના બે દિવસ પૂર્વે બજારમાં ગ્રાહકો ખરીદી કરતા જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા બહાર પડાવામાં આવેલા જાહેરનામા મુજબ રાજ્યમાં વિદેશથી ફટાકડા આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના પગલે દુકાનોમાં દેશી ફટાકડા જ જોવા મળી રહ્યા છે.
છેલ્લી ઘડીની ખરીદી કરવા લોકો બજારોમાં ઉમટ્યા
કોરોના સંક્રમણને કારણે મોટા ભાગના ધંધા રોજગાર પર માઠી અસર પડી છે. જેમાં ફટાકડા વેપારીઓ પણ બાકાત નથી. થોડા દિવસો પહેલા ફટાકડાના વેપારમાં મંદી હતી, જેના કારણે વેપારીઓમાં નિરાશા હતી. જો કે, દિવાળીને બે જ દિવસ બાકી હોવાથી છેલ્લી ઘડીની ખરીદી કરવા લોકો બજારોમાં ઉમટી પડ્યા હતા.