ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - અરવલ્લી કોરોના ન્યૂઝ

અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શુક્રવારના રોજ મોડાસામાં નવ અને ધનસુરામાં એક મળી કુલ 10 કેસ નોંધાતા પોઝિટિવ દર્દીઓનો આંક 182 એ પહોંચ્યો છે .

aravalli
Djbndnr

By

Published : Jun 19, 2020, 9:16 PM IST

મોડાસા: અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શુક્રવારના રોજ મોડાસામાં 9 અને ધનસુરામાં 1 મળી કુલ 10 કેસ નોંધાતા પોઝિટિવ દર્દીઓનો આંક 182 એ પહોંચ્યો છે .

આ પૈકી કુલ-128 દર્દીની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલ માથી રજા આપવામાં આવી છે. જયારે 14 દર્દીનું મૃત્યુ થયુ છે .

પોઝિટિવ દર્દીઓના સંર્પકમાં આવેલા લોકોને સંક્રમણનું જોખમ સૌથી વધુ હોય છે. ગુરૂવારે મોડાસાના 7 તેમજ સબલપુર, સાયરા, ગોપાલપુરામાં એક એક મળી કુલ-10 પોઝિટિવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે.

આ વિસ્તારોમાં આરોગ્યનીટીમો દ્વારા 306 ઘરના 1515 લોકોનુંં હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી. તે પૈકી દર્દીના સંપર્કમાં આવેલા 39 વ્યક્તિઓને જરૂરી માર્ગદર્શન આપી હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

હાલમાં હોમ ક્વોરેન્ટાઇન યાત્રી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા 71 છે. તેમજ પોઝિટીવ દર્દીના સંપર્કમાં આવેલા 791 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા છે. તથા વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં બે , તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 23 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.તેમજ અરવલ્લી જિલ્લાના સાત પોઝિટિવ કેસ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં, અમદાવાદ હોસ્પિટલમાં બે તેમજ ગાંધીનગર કોવિડ હોસ્પિટલમાં બે સારવાર હેઠળ છે.

ABOUT THE AUTHOR

...view details