ગુજરાત

gujarat

ETV Bharat / state

પેટ્રોલ પંપમાં પાર્ક કરેલા ટ્રકમાંથી ઓઈલની ચોરી - modasa

અરવલ્લી: જિલ્લામાં ચોરી અને લૂંટફાટની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે પોલીસની નિષ્ફળતાના કારણે તસ્કરોની હિંમત વધી ગઈ છે. ગત રાત્રીના બે થી અઢી વાગ્યા દરમિયાન તસ્કરો મોડાસાના રિલાયન્સ પેટ્રોલ પંપમાં પાર્ક કરેલી ટ્રકમાંથી ઓઇલની બોટલો ઉઠાવી ગયા હતા.

પેટ્રોલ પંપમાં પાર્ક કરેલા ટ્રકમાંથી ઓઇલની ચોરી

By

Published : Apr 30, 2019, 1:20 PM IST

મોડાસા કોલેજ રોડ ઉપર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પર જમાદાર ટ્રાન્સપોર્ટની ટ્રકમાંથી અંદાજિત 50 જેટલી ઓઈલની બોટલોની ચોરી થઈ હતી. કોલેજ રોડ 24 કલાક વાહનોથી ધમધમતો માર્ગ છે અને આ રોડ પર રાત્રે બિન્દાસ્ત તસ્કરો ચોરી કરવા માટે ટ્રક લઈને આવ્યા અને ચોરી કરી ગયા હતા. મહત્વની બાબત એ છે કે, આ રોડ પર પોલીસનું પેટ્રોલીંગ સતત રહે છે. સમગ્ર ઘટના સી.સી.ટી.વી માં કેદ થઈ છે. હવે જોવું રહ્યું કે, પોલીસ ફૂટેજના આધારે ચોરના પગેરું મેળવી શકે છે કે નહીં .

પેટ્રોલ પંપમાં પાર્ક કરેલા ટ્રકમાંથી ઓઇલની ચોરી

ABOUT THE AUTHOR

...view details