ગુજરાત

gujarat

ETV Bharat / state

ભીલોડામાં પંચાયત દ્વારા અડચણરૂપ દબાણો દૂર કરાયાં - Bhiloda

ભીલોડા જેવું નાનું ટાઉન સિટી હોય કે રાજ્યના મહાનગરો, એક વાત સરખી જોવા મળે અને એ છે જાહેર રોડ પર દબાણ. જાહેર રોડ પર મોટાપ્રમાણમાં લોકોની અવરજવર હોય ત્યારે નાગરિકોની નજરમાં રહીને ધંધોપાણી ચલાવવાના હેતુ સાથે મોટાભાગે આ રીતના દબાણો સર્જાતાં હોય છે. તેમાં વહીવટીતંત્રની હપતાખોરી પણ ક્યાંક કામ કરતી હોય તેવા કિસ્સા માધ્યમોમાં ચમકતાં હોય છે. ત્યારે ઘણીવાર તંત્ર લાંબે ગાળે અતિશય દબાણો વધતાં કે ઉપરથી ઓર્ડર આવતાં દબાણ દૂર કરવાની કાર્યવાહી પણ કરતું હોય છે. ભીલોડામાં નગર પંચાયત દ્વારા રોડ પરના દબાણ દૂર કરવામા આવ્યાં હતાં.

ભીલોડામાં પંચાયત દ્વારા અડચણરૂપ દબાણો દૂર કરાયાં
ભીલોડામાં પંચાયત દ્વારા અડચણરૂપ દબાણો દૂર કરાયાં

By

Published : Jul 22, 2020, 9:16 PM IST

ભીલોડાઃ અરવલ્લી જિલ્લાના ભીલોડા નગરમાં ગ્રામ પંચાયત દ્વારા રોડ પરના દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. નગરના ખાડિયા વિસ્તારના ગણેશ ચોકમાં દુકાનદારોએ કરેલ દબાણો હટાવાયાં હતાં.

ભીલોડામાં પંચાયત દ્વારા અડચણરૂપ દબાણો દૂર કરાયાં
નગરના એક અરજદારે ગ્રામ પંચાયતમાં લેખિત અરજી કરતા તંત્ર હરકતમાં આવ્યું હતું. અરજદારે દબાણો અંગેની અરજીમાં ગણેશ ચોકમાં આવતાંજતાં લોકોને ભારે તકલીફ પડી રહી હોવાની રજૂઆત કરી હતી. પંચાયત ના કર્મીઓએ હાજર રહી દબાણો દૂર કર્યા હતાં. આ સાથે જ તંંત્ર દ્વારા દુકાનદારોને પુનઃ દબાણો નહી કરવા તાકીદ કરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details