- મોડાસામાં STના કર્મચારીઓને બસોની સફાઇનું કામ કરવાની ફરજ પાડવામાં આવી
- લોકડાઉનમાં બસની ટ્રીપ ઓછી થઇ ગઇ હોવાથી સફાઇ કર્મચારીઓને છુટા કર્યા
- સાફ સફાઇનું કામ કરવાની ફરજ પાડવામાં આવતા ડ્રાઇવરો અને કંટકટરોમાં રોષ
અરવલ્લી: કોરોના મહામારીના સમયે મોટી કંપનીઓ કોસ્ટ કંટીગ કરી રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના હંગામી બસ ડેપોમાં ડ્રાઇવરો અને કંડકરો બસોની સાફ સફાઇ કરતા જોવા મળ્યા હતા. બસોની સફાઇ કરવાની ફરજ પાડવામાં આવતા ડ્રાઇવરો અને કંડકટરોમાં છુપો રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો:ગાંધીનગર ડેપોને પ્રદૂષણ ઘટાડતી 20થી વધુ BS 6 એસટી બસો મળશે
મંદીના બહાના હેઠળ કોર્પોરેટ કંપનીઓ કર્મચારીઓને છુટા કરીને અન્ય કર્મચારીઓ પર કામનું ભારણ વધાર્યુ
લોકડાઉનમાં મંદીના બહાના હેઠળ કોર્પોરેટ કંપનીઓએ કર્મચારીઓને છુટા કરીને અન્ય કર્મચારીઓ પર કામનું ભારણ વધાર્યુ છે. ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસાના બસ ડેપોમાં પણ કંઈક આવુ જ જોવા મળ્યુ હતુ. મોડાસા બસ સ્ટેશનમાં ડ્રાઇવરો અને કંડકટરો બસની સાફ સફાઇ કરતા જોવા મળ્યા હતા. ડ્રાઇવરો અને કંટકટરો મુજબ સામાન્ય દિવસોમાં આ કામ સફાઇ કર્મચારીઓ કરે છે. જોકે લોકડાઉનમાં બસની ટ્રીપ ઓછી થઇ ગઇ હોવાથી સફાઇ કર્મચારીઓને છુટા કરી આ કામ તેમને સોંપવામાં આવ્યુ છે. બસ કંડક્ટરો અને ડ્રાઇવરોને પરાણે બસની સાફ-સફાઈ કરવાનું ફરમાન કરવામાં આવતા છુપો રોષ જોવા મળ્યો હતો.
લ્યો, હવે મોડાસામાં STના કર્મીઓને બસોની સફાઇ પણ કરવાની આ પણ વાંચો:રાજકોટમાં કોરોના કેસોમાં ઘટાડો થતા STના 9 રૂટ ફરી શરૂ કરાયા
ડેપો મેનજરે કર્યો લૂલો બચાવ
આ સમગ્ર મામલા અંગે મેનજરને સંપર્ક કરતા તેમણે લૂલો બચાવ કરીને જણાવ્યું કે, આ નિર્ણય સંયુક્ત રીતે લેવાયો છે જોકે ઉચ્ચ કક્ષાએ આ અંગેની કોઇ જાણ કરવામાં આવી નથી.