ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીમાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી

અરવલ્લી જિલ્લામાં લોકડાઉન 2 અને 3માં 79 લોકો કોરોનાગ્રસ્ત બનતા જિલ્લાને રેડ ઝોનમાં મૂકી દેવામાં આવ્યો હતો. જિલ્લામાં 62 કોરાના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ્ય થતા સ્વગૃહે પરત ફર્યા હતા. છેલ્લા ચાર દિવસથી કોરોના પોઝિટિવનો એક પણ કેસ ન નોંધાતા જિલ્લાવાસીઓ હાશકારો અનુભવી રહ્યા છે. જોકે આ વચ્ચે મળતી માહિતી અનુસાર આરોગ્ય તંત્રએ જિલ્લામાં સેમ્પલ લેવાની પ્રક્રિયા ઓછી કરી નાખી છે .

અરવલ્લીમાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી
અરવલ્લીમાં છેલ્લા ચાર દિવસમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

By

Published : May 17, 2020, 8:58 PM IST

અરવલ્લી: જિલ્લાને કોરોનાને કારણે રેડ ઝોનમાં મુકવામાં આવ્યો છે. છેલ્લા એક માસમાં કોરોના કેસ સતત વધતા આંકડો 79 પર પહોંચ્યો છે. જિલ્લાના 5 તાલુકા પ્રભાવિત બન્યા છે જેને લઈને લોકોમાં ભયનો માહોલ છવાયેલો છે.

એક બાજુ કોરોના પોઝિટિવ દર્દીઓ સ્વસ્થ્ય થઇ રહ્યા છે.જ્યારે બીજી બાજુ આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં કોરોનાના સેમ્પલિંગ પ્રક્રિયા ઘટાડી દેવામાં આવી છે. છેલ્લા 48 કલાકમાં 10 જેટલા જ કોરોનાના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે .

સરકારની નવી ગાઈડ લાઈન મુજબ કોઈ પણ વ્યક્તિને લક્ષણ દેખાય તો જ તેનું સેમ્પલ લેવામાં આવશે. જેના કારણે સતત વધી રહેાલ કેસની સંખ્યા પર એકાએક બ્રેક વાગી ગયો છે . છેલ્લા ચાર દિવસમાં અરવલ્લી જિલ્લામાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓનો એક પણ કેસ નોંધાયો નથી.

ABOUT THE AUTHOR

...view details