મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં મંગળવારના મોડી સાંજ સુધી કોરોનાનો નવો એક પણ એક કેસ નોંધાયો નથી, જેને લઇ આરોગ્ય અને વહિવટીતંત્ર દ્વારા એક રાહતના સમાચાર હતાં. હાલ જિલ્લામાં નોંધાયેલા 110 દર્દીઓ પૈકી હાલમાં 30 દર્દીઓ સારવાર હેઠળ છે.
આ અંગે વિગત આપતા જિલ્લા આરોગ્ય અધિકારી આશિષ નાયકે જણાવ્યું હતું કે, જિલ્લામાં અત્યાર સુધી બાયડના 14, ભિલોડાના 17, મેઘરજના 11, ધનસુરાના 18, મોડાસાના 19 તેમજ મોડાસા શહેરના 31 મળી કુલ 110 લોકો કોરોનામાં સપડાયા હતા. જે પૈકી ભિલોડાના એક અને મોડાસા શહેરના બે દર્દીઓ કોરોના સામે જંગ હારી ગયા હતા અને મોત થયુ હતું, જ્યારે 77 લોકોએ કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. જેમાં ધનસુરા-બાયડના 8-8, મેઘરજના 9, ભિલોડાના 12, મોડાસાના 16 તથા શહેરના 24 વ્યક્તિઓનો સમાવેશ થાય છે.
જિલ્લામાં આરોગ્યની તકેદારીના ભાગરૂપે 2642 લોકોને હોમ ક્વોરનટાઈન કરાયા છે. અત્યારે બાયડની વાત્રક કોવિડ હોસ્પિટલ 15, તેમજ મોડાસા સાર્વજનિક કોવિડ હોસ્પિટલ 15 મળી કુલ 30 કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.
અરવલ્લીમાં આજે કોરોનાનો નવો એક પણ કેસ નહીં, 30 દર્દી સારવાર હેઠળ - અરવલ્લી કોરોના વાઈરસ ન્યૂઝ
અરવલ્લી જિલ્લા માટે મંગળવારે સારા સમાચરા છે કે, આજે દિવસે કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
Aravalli
આ ઉપરાંત સાબરકાંઠા બે તેમજ અમદાવાદ જિલ્લાનો એક કોરોના પોઝિટિવ દર્દી મોડાસા સાર્વજનિક હોસ્પિટલ કોરોનાની સારવાર લઇ રહ્યા છે. જ્યારે મોડાસાના કોવિડ કેર સેન્ટરમાં બે લોકોને સારવાર હેઠળ રખાયા છે.