અરવલ્લીઃ રાજ્ય સરકાર દ્વારા શાળાઓમાં શૈક્ષણિક કાર્ય શરૂ ન થાય ત્યાં સુધી બાળકો પાસેથી ફી વસુલવા પર પ્રતિબંધ મુકતો પરિપત્ર બહાર પાડયો છે. જેની સામે રાજ્યભરની ખાનગી શાળાઓ વિરોધ નોંધવી રહી છે. ત્યારે જિલ્લાની 50 શાળાઓના પ્રતિનિધિઓએ ઓનલાઈન શિક્ષણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે, તેમજ તેમણે સરકાર પરિપત્ર પાછો ખેંચે તેવી માગ કરી હતી.
રાજ્ય સરકાર દ્વારા પરીપત્ર જાહેર કરી ખાનગી શાળાઓને જ્યાં સુધી શાળામાં શૈક્ષણિક કાર્ય શરૂ ન થાય ત્યાં સુધી શિક્ષણ ફી નહી વસુલવાની તાકીદ કરી છે. સરકારના આ નિર્ણયના વિરોધમાં અરવલ્લી જિલ્લાના 6 તાલુકામાં આવેલી 50થી વધુ ખાનગી શાળાઓના સંચાલક પ્રતિનિધિઓની નગરની સર્વોદય હાઇસ્કુલમાં બેઠક મળી હતી.