ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના નિઝામુદ્દીન મામલે ગુજરાતથી દિલ્હી ગયેલા તમામ મુસાફરોની કરાઈ તપાસ - All passengers from Delhi to Delhi

દિલ્લી નિઝામુદ્દીન મામલે ગુજરાતથી દિલ્લી ગયેલા તમામ મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે કેટલાક હાસ્યસ્પદ સાથે ચોકાવાનારા ખૂલ્લાસા થયા છે. 21 માર્ચના રોજ દિલ્હીથી નિઝામુદ્દીન એક્સપ્રેસમાં પરત ફરેલા અરવલ્લીના પેસેન્જરોને કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે.

અરવલ્લીના નિઝામુદ્દીન મામલે ગુજરાતથી દિલ્લી ગયેલા તમામ મુસાફરોની કરાઈ તપાસ
અરવલ્લીના નિઝામુદ્દીન મામલે ગુજરાતથી દિલ્લી ગયેલા તમામ મુસાફરોની કરાઈ તપાસ

By

Published : Apr 3, 2020, 9:25 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં 21 માર્ચના રોજ દિલ્હીથી નિઝામુદ્દીન ટ્રેન મારફતે અરવલ્લીના કેટલાક પેસેન્જરો આવ્યા હતા. તેઓને આરોગ્ય વિભાગ દ્વારા કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે અને હજુ આગામી 4 એપ્રિલ સુધી નિઝામુદ્દીન ટ્રેનમાં આવેલા મોડાસા તાલુકાના એક ગામના 7 વ્યક્તિઓને કોરોન્ટાઈન રાખવામાં આવશે. જો કે, આ લીસ્ટમાં અરવલ્લી જિલ્લાના બે પેસેન્જર પણ છે.

જેમાણે મુસાફરી કરી જ નથી છતાં તેમનાનામ નિઝામુદ્દીનના પેસેન્જર લીસ્ટમાં છે. જે રેલવેમાં દલાલો મારફતે ગમે તેના નામે ટીકીટ બનતી હોવાની ચાડી ખાય છે.

20 વર્ષ પહેલાં બાયડના એક મૃત્યુ પામેલા વ્યક્તિની જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા શોધખોળ કરવામાં આવી, ત્યારે લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા. જયારે આ જ ગામના પરમાર હિતેશભાઈ કોઈ દિવસ બાયડથી આગળ ગયા નથી તેમ છતાં આ ટ્રેનના પેસેન્જર લીસ્ટમાં નામ છે.

ABOUT THE AUTHOR

...view details