આ ઉપરાંત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જિલ્લામાં અન્ય સ્થળોએ વિકાસના કામોના લોકાર્પણ કર્યા હતા.ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા.જેમાં તેમણે સંસ્થાની અવિરત પ્રગતિને બિરદાવી હતી.
મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રહ્યા હાજર - itin Patel news
અરવલ્લી :જિલ્લાના મોડાસા કેળવણી મંડળના શતાબ્દી મહોત્સવમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મોડાસાની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમમાં તેમણે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવામાં આવેલ નવીન સર્કિટ હાઉસનું ઉદ્ધાટન કર્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ આ ઉદ્ઘાટન પ્રસંગે તેમને હાંસિયામાં ધકેલી દીધા હોવાનો આક્ષેપ કર્યો હતો.
અરવલ્લી
મોડાસા ખાતે નિર્માણ પામેલ સર્કિટ હાઉસના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્યોને તેમના સાથે થયેલા વર્તનથી માઠું લાગ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય જશુભાઇ પટેલ આક્ષેપ કર્યો હતો કે, તેમના સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવ્યું હતું.