"મેડિકલ કોલેજ જોઈતી હોય તો...." - નાયબ મુખ્યપ્રધાન
અરવલ્લી: જિલ્લાના બાયડ તાલુકાના ચોઈલા ગામે સહકાર સંમેલનમાં ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે 21 તારીખે યોજાનાર બાયડ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારને વિજય બનાવવા આપીલ કરી હતી.
Aravalli
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે સભાને સંબોધતા આડકતરી રીતે જણાવ્યું કે, જો અરવલ્લી જિલ્લામાં મેડિકલ કોલેજ જોઈતી હોય તો ભાજપના ઉમેદવારને વિજય બનાવો પડશે. આ ઉપરાંત બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ મામલે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે, આ બાબતમાં વધુ માહિતી નથી પરંતુ કોઈ નક્કર કારણ હશે તો જ આ નિર્ણય લેવાયો હશે.
Last Updated : Oct 12, 2019, 9:52 PM IST