રામપુર ગામના આબાલ વૃદ્ધ સૌ કોઈ વહેલી સવારે ગામના ચોરે આવેલ રાધા કૃષ્ણના મંદિરે એકઠા થાય છે. જ્યાં મંદિર આગળના ચોકમાં ગોપાલકોના તમામ ગૌવંશને એકઠા કરવામાં આવે છે અને ગામના યુવાનો દ્વારા ફટાકડા સળગાવી પશુઓ વચ્ચે નાખવામાં આવે છે. જેનાથી પશુઓ ભડકે છે અને ગામ ના સીમાડા તરફ દોડવા લાગેછે.
અરવલ્લીના રામપુર ગામમાં અનોખી પરંપરાથી કરાય છે નવા વર્ષની ઉજવણી - New Year's unique tradition in Rampur village
અરવલ્લીઃ આજથી આપણું નવું વર્ષ શરૂ થઈ રહી છે, જેથી અલગ-અલગ પ્રાંતમાં નવા વર્ષની ઉજવણી અવનવી રીતે કરવામાં આવે છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના રામપુર ગામે ગોપાલક સમાજ દ્વારા એક અનોખી પરંપરા પ્રમાણે નવા વર્ષની ઉજવણી કરવામાં આવેછે.

New Year's unique tradition in Rampur village
અરવલ્લીના રામપુર ગામમાં અનોખી પરંપરાથી કરાય છે નવા વર્ષની ઉજવણી
આ પરંપરાગત રીતે પશુઓ ભડકાવવાને એક શુકનિયાળ પદ્ધતિ માનવામાં આવે છે, ત્યારબાદ રાધાકૃષ્ણના મંદિમાં સામુહિક આરતી થાય છે. આરતી કર્યા બાદ સૌ કોઈ એકબીજાને ભેટે છે અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવે છે. આ અનોખી પરંપરા પાછળ કહેવાય છે કે, આમ કરવાથી ગામમાં ક્યારેય જીવલેણ રોગનો ઉપદ્રવ થતો નથી. પશુઓમાં મહામારી જેવા રોગો આવતા નથી અને કૃષિ ક્ષેત્રે ખૂબ સુખાકારી રહે છે. આમ 200 વર્ષથી વધુ ચાલી આવતી આ અનોખી પરંપરાથી રામપુરના ગોપાલકો નવા વર્ષની ઉજવણી કરે છે.
TAGGED:
unique tradition in Rampur