અરવલ્લી: નવા વર્ષની ઉજવણી (New Year Celebration In Gujarat)ને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ (Arvalli District Police) દ્વારા નશો કરીને આવતા લોકોને પકડી પાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. અરવલ્લી જિલ્લામાં સરકારી કર્મચારીઓ પણ પોલીસના હાથે (Alcoholics In Arvalli Gujarat) ચડ્યા છે, જેમાં મોડાસા અને બાયડ પંથકના નાયબ મામલતદાર (Deputy Mamlatdar Modasa)નો પણ સમાવેશ થાય છે.
2 આંત રરાજ્ય અને 8 આંતર જિલ્લાની સરહદ પર પોલીસ તૈનાત
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા દારૂનો નશો કરતા લોકોને પકડી પાડવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લાની 2 આતંર રાજ્ય (interstate border aravalli district) અને 8 જેટલી આંતર જિલ્લાની સીમા (Inter district border arvalli) ઉપર પોલીસનો પહેરો જોવા મળ્યો હતો. શામળાજી, ભિલોડા અને મેઘરજની જોડતી રાજસ્થાનની તમામ આંતરરાજ્ય સીમા (gujarat border with rajasthan) ઉપર પોલીસની અલગ-અલગ ટીમો તૈનાત કરાવામાં આવી હતી.