અરવલ્લી: જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં તેમજ આદિજાતિ વિસ્તારોમાં પીવાના પાણી મળી રહે તે માટેના આયોજન અંગેની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. અરવલ્લીમાં નર્મદાના નીરમાંથી પીવાના તેમજ સિંચાઇના પાણી ખેડૂતો તથા લોકોને મળી રહ્યા છે.
અરવલ્લીમાં રૂ. 39.17 લાખના ખર્ચે નવી 12 યોજનાઓ દ્વારા પાણીના નવા સ્ત્રોત ઉભા કરાશે
અરવલ્લીમાં રૂપિયા 39.17 લાખના ખર્ચે નવિન 12 યોજનાઓ દ્વારા પાણીના નવા સ્ત્રોત ઉભા કરવામાં આવશે.
ત્યારે આદિજાતિ વિસ્તારમાં છૂટાછવાયા રહેતા લોકોને પીવાના પાણીની અછત ન વર્તાય તે હેતુથી જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ દ્વારા લોકોને પાણી મળી રહે તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં વાસ્મો દ્વારા 1019માંથી 845 યોજનાઓ પૂર્ણ કરી લોકોના ઘર આંગણે પીવાના પાણીની વ્યવસ્થા પુરી પાડી છે. જેમાં બાયડ, માલપુર અને મેઘરજમાં રૂ. 39.12 લાખના ખર્ચે તૈયાર થનાર નવિન 12 યોજનાઓ અમલી બનશે જેના થકી 522 ઘરના આંગણે પીવાનું પાણી ઉપલબ્ધ થશે.
આ યોજનામાં બાયડના અહમદપુરા, અજબપુરા, દેસાઇપુરા કંપા, મુનજીના મુવાડા અને રૂગ્નાથપુરા માલપુરના જુના તખતપુરા, શીકારવાડી (જેશીંગપુર) સરદારખાંટની મુવાડી અને નવાગામની આદિવાસી ફળી જયારે મેઘરજ તાલુકાના બાદરતળાના છાપરા, રાંજેડી (ડેલીગેટ ફળી) અને રેલ્લાવાડા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.