ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસામાં પક્ષીઓ માટે કુંડા અને માળાનું વિતરણ કરાયું - ARL

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા શહેરમાં ભૂખ્યા સુધી ભોજન પહોંચાડી ભૂખ્યા લોકોનો જઠરાગ્નિ શાંત કરવા સહિતની સેવાકિય પ્રવૃતિઓ કરી સુવાસની મહેક ફેલાવનાર મોહદ્દીષે આઝમ ઉનાળાની આગમન સાથે અબોલ પક્ષીઓના વ્હારે આવ્યું છે અને પક્ષીઓ માટે કુંડા અને માળાનું વિતરણ કરાયું હતું.

સ્પોટ ફોટો

By

Published : Mar 24, 2019, 8:21 PM IST

ઉનાળાની કાળઝાળ ગરમીમાં નદી નાળા સુકાઇ ગયા હોવાથી અબોલ પક્ષીઓ પાણી વિના કેટલીક વખત મૃત્યુ પામે છે.પક્ષીઓને સરળતાથી પાણી મળી રહે અને લોકો પણ પોતાના મકાન આગળ પક્ષીઓ માટે પાણીના કુંડા લગાવે તે માટેમોહદ્દીષે આઝમ મિશન દ્રારા આજે નગરના માલપુર રોડ અને ડુગરવાડા રોડ 400 કુંડા તેમજ 400 માળાઓનુ વિના મુલ્યે વિતરણ કર્યુ હતું .

મોડાસામાં પક્ષીઓ માટે કુંડા અને માળાનું વિતરણ કરાયું

માળા અને કુંડા મેળવવા માટે લોકોના ઉત્સાહના કારણે ફકત 10 મિનીટમાં વિતરણ પુર્ણ થઇ ગયુ હતું. આ પ્રસંગે મોહદ્દીષે આઝમ મિશનના સેંટ્રલ કમીટીના સભ્ય તારીકભાઇ બાંડી, કન્વીનર ઇકબાલભાઇ બાકરોલીયા,તાહીર બાંડી અને શકીલભાઇ શેખ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details