ગુજરાત રાજ્યના ઉત્તરાર્ધમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પગલે અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ આયોજનના રૂપે જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ સામે પહોંચી વળવા માટે NDRFની એક ટીમ ઉતારવામાં આવી છે. જેમાં 30 જવાનો સહિત એક ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારે વરસાદની આગાહીના પગલે અરવલ્લીમાં NDRFની ટીમ કરાઈ તૈનાત - ભારે વરસાદની આગાહી
મોડાસા: રાજ્ય સરકારના હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં 29 તારીખ સુધીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઇને અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્વ આયોજન કરવામાં આવ્યું છે. જો વરસાદન કદાચ બેફામ બની વરસે અને કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય તો લોકોની મદદ માટે NDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.
NDRF
તો આયોજનમાં NDRFની ટીમને રાકેશસિંહ જૂથ કમાન્ડન્ટ ગાંધીનગરના આદેશાનુસાર અરવલ્લી જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે.
આ ટીમ કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે. ટીમ દ્વારા ગત વર્ષે પૂરથી અસરગ્રસ્ત થયેલા ગામડાઓ સહિત વિવિધ ગામડાઓની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જો કે હાલમાં NDRFની ટીમને મોડાસા ખાતે આવેલી સરકારી ઍન્જિનિયરિંગ કૉલેજ ખાતે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.