અરવલ્લી: વૈશ્વિક ઉષ્ણતાના કારણે વિશ્વભરમાં પૃથ્વી ઉપર વસતાં દરેક જીવને કષ્ટ સહન કરવો પડી રહ્યો છે. ત્યારે વિશ્વ પ્રકૃતિ દિન એ સૌને પ્રેરણા આપતો દિવસ છે. લોકોમાં પર્યાવરણના રક્ષણ અંગે જાગૃતિ કેળવાય તે માટે જિલ્લાના મોડાસમાં જાયન્ટસ પીપલ ફાઉન્ડેશન દ્વારા વિશ્વ પ્રકૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અરવલ્લીના જાયન્ટસ ફાઉન્ડેશન દ્વારા પ્રકૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી - જાયન્ટસ પીપલ ફાઉન્ડેશન
મોડાસામાં જાયન્ટસ પીપલ ફાઉન્ડેશનના સભ્યો દ્વારા વિશ્વ પ્રાકૃતિ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિતે ફાઉન્ડેશનના સભ્યો દ્વારા તુલસીની પૂજા કરવામાં આવી હતી.
આ પ્રસંગે જાયન્ટસ પીપલ ફાઉન્ડેશનના વાઈસ ચેરમેન નિલેશભાઈ જોશીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિ સંરક્ષણનો પ્રારંભ સર્વપ્રથમ ઇસુ પહેલાં ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે કર્યો હતો. પ્રકૃતિના મહત્વને સ્વીકારતાં વન્ય જીવ જંતુઓના શિકાર પર અંકુશ અને તેના રક્ષણ માટેના નિયમો પણ એમના સમયમાં બન્યા હતા. જે આજે શિલાલેખમાં જોવા મળે છે. ત્યારે 21મી સદીમાં પર્યાવરણનું જતન કરવાની ખુબ તાતી જરૂરિયત છે. આ ઉજવણીનો હેતું લોકોમાં પર્યાવરણ બચાવોનો સંદેશ પહોંચાડવાનો છે.
આ પ્રસંગે પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ, પ્રધાન પ્રવીણભાઈ પરમાર, મુકુંદભાઈ શાહ, જીમિત શાહ ઉપસ્થિત રહી તુલસી વિતરણ કરી આજના દિવસની ઉજવણી કરી હતી.