ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લી જિલ્લાના બાળ વૈજ્ઞાનિકની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી - Gujarat Council on Science and Technology

28 નેશનલ ચિલ્ડ્રન સાયન્સની રાજ્ય કક્ષાએ બાળ વૈજ્ઞાનિકની ઓનલાઈન હરીફાઈ 28 થી 31 જાન્યુઆરી સુધી યોજવામાં આવી હતી. જેનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, અરવલ્લીના નેતૃત્વ હેઠળ જે.બી.શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ મોડાસાના ધોરણ -6 માં અભ્યાસ કરતા બાળ વૈજ્ઞાનિક શ્રીપાલનો પ્રોજેકટ પસંદ કરવામાં આવતા તેની રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવી છે.

અરવલ્લી જિલ્લાના બાળ વૈજ્ઞાનિકની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી
અરવલ્લી જિલ્લાના બાળ વૈજ્ઞાનિકની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

By

Published : Feb 2, 2021, 6:53 PM IST

  • જે.બી.શાહ ઈગ્લીશ મીડીયમ સ્કૂલના બાળ વૈજ્ઞાનિકની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી
  • બાળ વૈજ્ઞાનિકે રાજ્ય કક્ષાએ “મેન્યુફેક્ચર બ્રિક્સ વીથ ઈઝી મેથડ” પર ઓનલાઈન પ્રેઝન્ટેશન કર્યુ હતું
  • હવે તે રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.

અરવલ્લીઃ બાળકોમાં વૈજ્ઞાનિક સંશોધન પ્રત્યેની જિજ્ઞાસા વિકસે અને નવા વિચારોનું સર્જન થાય તે માટે ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા નેશનલ કાઉન્સિલ ફોર સાયન્સ એંન્ડ ટેકનોલોજી કોમ્યુનિકેશનની સ્થાપના કરવામાં આવી છે. જે અંતર્ગત દર વર્ષે “રાષ્ટ્રીય બાલ વિજ્ઞાન પરિષદ સ્પર્ધાનું આયોજન રાષ્ટ્રીય કક્ષાએ કરવામાં આવે છે. ગુજરાતમાં આ સ્પર્ધાનું આયોજન ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા કરવામાં આવે છે. જેમાં અરવલ્લી જિલ્લાના મોડાસાના જે.બી.શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધોરણ -6 માં અભ્યાસ કરતા બાળ વૈજ્ઞાનિક શ્રીપાલે રાજ્ય કક્ષાએ “મેન્યુફેક્ચર બ્રિક્સ વીથ ઈઝી મેથડ” પર ઓનલાઈન પ્રેઝન્ટેશન કર્યુ હતું. શ્રીપાલના પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી થઈ છે, જેથી હવે તે રાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે.

પ્રોજેકટ

સિદ્વિ બદલ શુભેચ્છાઓની વર્ષા

તેની આ સિદ્ધિ બદલ મ.લા.ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ નવિનચંદ્ર મોદી, પ્રભારી મંત્રી સુરેન્દ્ર શાહ, જે.બી. શાહ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના પ્રભારી મંત્રી પરેશ બી.મહેતા, પ્રિન્સિપાલ દીપક મોદી તેમજ સર પીટી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.કે.પી.પટેલ અને સમગ્ર ટીમે વિદ્યાર્થીને મોમેન્ટો અને ફૂલછડી આપી પ્રિત્સાહીત કર્યા હતા.NCSC કો-ઓડીનેટર પ્રો.ડો.શૈલેષ પટેલ, એકેડમિક કો -ઓડીનેટર પ્રો.ડૉ.જી.એલ.વેકરીયાએ તેમજ જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓડીનેટર પટેલ ચંદન એસ. માલવે વિજ્ઞાન શિક્ષક વાજિદા ખાનને શુભકામનાઓ પાઠવી હતી. વિદ્યાર્થીને તેમજ સમગ્ર શાળા પરિવારને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યાં હતા અને રાષ્ટ્રીય કક્ષાએ આ વિદ્યાર્થીની પસંદગી પામી ગુજરાત રાજ્યનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી.

અરવલ્લી જિલ્લાના બાળ વૈજ્ઞાનિકની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

ABOUT THE AUTHOR

...view details