સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 દિવસથી વરસાદે વિરામ લીધો છે. ત્યારે માનવજીવ સહિત અબોલ પશુ-પંખીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જેને પગલે સમગ્ર રાજ્યમાં સૌ કોઈ વરસાદ માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યાં છે. ઠેર-ઠેર યજ્ઞો, પૂજા કરીને વરૂણદેવને રિઝવવા મથામણા કરી રહ્યાં છે. તેજ રીતે અરવલ્લી જિલ્લામાં મુસ્લિમ સમાજના લોકોએ એકજુથ થઇને વરસાદ માટે સામૂહિક દુઆ અદા કરી હતી.
અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા, મુસ્લિમ સમાજના લોકોએ કરી સામુહિક નમાઝ અદા કરી - modasa
અરવલ્લી: સમગ્ર ગુજરાત રાજ્યમાં છેલ્લા 15 દિવસથી વરસાદે જાણે વિરામ લીધો છે. ત્યારે માનવજીવ સહિત અબોલ પશુ-પંખીઓ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જેને પગલે સમગ્ર રાજ્યમાં સૌ કોઈ વરસાદ માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યાં છે. જેને લઇને ઠેર-ઠેર યજ્ઞો, પૂજા કરીને વરૂણદેવને રિઝવવા મથામણા કરી રહ્યાં છે. તેજ રીતે અરવલ્લી જિલ્લામાં મુસ્લિમ સમાજના લોકોએ એકજુથ થઇને વરસાદ માટે સામૂહિક દુઆ અદા કરી હતી.
સામુહિક નમાઝ અદા કરી
અરવલ્લી જિલ્લાનું મુખ્યમથક એવા મોડાસાના કોટ વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકોએ એકઠાં થઈ ઉઘાડા પગે એક કિલોમીટર સુધી ચાલી સૈયદના મખદૂમ શાહ લાહોરી કબ્રસ્તાનમાં વરસાદ માટેની એક ખાસ નમાઝ અદા કરી હતી. ત્યારબાદ વરસાદ માટે સામૂહિક દુઆ કરી ઈશ્વરને માનવજાત પર રહેમ કરમ કરવાની પ્રાર્થના કરી હતી.