ગુજરાત

gujarat

ETV Bharat / state

ઘોર કળીયુગ: અરવલ્લીમાં માતાને મોતને ઘાટ ઉતારવા પુત્રએ પત્નીનો આપ્યો સાથ

અરવલ્લીના માલપુર તાલુકામાં 2 દિવસ અગાઉ કુવામાં વૃદ્ધાનો મૃતદેહ મળ્યો હતો. જેથી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલતાં રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું બહાર આવ્યું હતું. FIR મુજબ સાસુ-વહુના ઝઘડામાં પુત્રએ પત્નીનો પક્ષ લઈ જનેતાને મોતને ઘાટ ઉતારી હતી. જેથી પોલીસે બન્ને વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

murde
અરવલ્લીમાં માતાને મોતને ઘાટ ઉતારવા પુત્રએ પત્નીનો આપ્યો સાથ

By

Published : Oct 25, 2020, 10:33 PM IST

  • ભેમપોડા ગામે સાસુ-વહુના ઝઘડામાં સાસુની હત્યા
  • પુત્ર-પુત્રવધુએ વૃદ્ધાના મૃતદેહને કુવામા નાંખ્યો
  • પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યાનું સામે આવતા પોલીસે આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા

અરવલ્લીઃ જિલ્લાના માલપુર તાલુકાના ભેમપોડા ગામે સાસુ-વહુના ઝઘડામાં સાસુની હત્યા કરાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી. FIR મુજબ જમકુબેન શનાભાઈ ખાંટ નામના વૃદ્ધા પોતાના પુત્ર સોમા અને તેની પત્ની મીનાક્ષી સાથે રહેતાં હતા. પુત્રવધુ મીનાક્ષી અને જમકુબેન વચ્ચે ગૃહકંકાસ વધી જતા ઝઘડાથી કંટાળેલા પુત્ર સોમા અને તેની પત્ની મીનાક્ષીએ જમકુબેનને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાં હતા.

અરવલ્લીમાં માતાને મોતને ઘાટ ઉતારવા પુત્રએ પત્નીનો આપ્યો સાથ

મૃતક વૃદ્ધાના ભાઈએ નોંધાવી ફરિયાદ

પુત્ર-પુત્રવધુએ વૃદ્ધાના મૃતદેહને છૂપાવવા ગામ નજીક કુવામાં નાખી દીધી હતી. શનિવારે જમકુબેનનો મૃતદેહ કુવામાં તરતો હોવાનું જોવા મળતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો. જેની પ્રાથમિક તપાસમાં મહિલાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી માલપુર પોલીસે મૃતક વૃદ્ધાના ભાઈ જેશાભાઈની ફરિયાદના આધારે પુત્ર અને પુત્રવધુ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details