ગુજરાત

gujarat

ETV Bharat / state

Murder In Arvalli: મેઘરજમાં 16 વર્ષના છોકરા અને 14 વર્ષની છોકરીની હત્યા કે આત્મહત્યા? પરિવારે કરી તપાસની માંગ - ગુજરાતમાં ગુનાખોરી

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં 8 માર્ચના રોજ સગીર છોકરા અને છોકરીનો મૃતદેહ ઝાડ પર લટકેલી હાલતમાં (Murder In Arvalli) મળી આવ્યો હતો. મૃતક છોકરાના પરિવારને શક છે કે તેમના દિકરાની હત્યા કરવામાં આવી છે. તેમણે આ મામલે તટસ્થ તપાસ કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષકને અરજી કરી છે.

Murder In Arvalli: મેઘરજમાં 16 વર્ષના છોકરા અને 14 વર્ષની છોકરીની હત્યા કે આત્મહત્યા? પરિવારે કરી તપાસની માંગ
Murder In Arvalli: મેઘરજમાં 16 વર્ષના છોકરા અને 14 વર્ષની છોકરીની હત્યા કે આત્મહત્યા? પરિવારે કરી તપાસની માંગ

By

Published : Mar 23, 2022, 10:25 PM IST

અરવલ્લી: ગત તારીખ 8 માર્ચ 2022 મંગળવારના રોજ મેઘરજના વસાઈ ગામ (vasai village meghraj)ની સીમમાં બાવળના ઝાડ ઉપર એક સગીર છોકરા અને છોકરીનો મૃતદેહ લટકેલી હાલત (Murder In Arvalli)માં મળ્યો હતો. મેઘરજ પોલીસને ઘટનાની જાણ થતાં કાયદેસરની કાર્યવાહી કરી આત્મહત્યા (Suicide Cases in Arvalli)નો ગુનો નોંધ્યો હતો. જો કે મૃતક છોકરાના વાલી તેમજ પરિવારજનો મુજબ બન્નેની હત્યા કરવામાં આવી છે. આ અંગે મૃતક છોકરાના વાલી તેમજ પરિવારજનોએ જિલ્લા પોલીસ અધિક્ષક (District Superintendent of Police)ને અરજી કરી તટસ્થ તપાસ કરવા માંગ કરી છે.

પરિવારજનોએ જિલ્લા પોલીસ અધિક્ષકને અરજી કરી તટસ્થ તપાસ કરવા માંગ કરી.

પ્રેમપ્રકરણ બાબતે હત્યા થઇ હોવાની આશંકા-અરવલ્લી જિલ્લાનામેઘરજતાલુકાના રોયણીયા ગામાના 16 વર્ષના છોકરા અને 14 વર્ષની છોકરીનો મૃતદેહ વસાઈ ગામની સીમમાં બાવળના ઝાડની એક જ ડાળ ઉપર લટકતી હાલતમાં (Crime In Arvalli) મળી આવતા ચકચાર મચી હતી. ઘટનાની જાણ થતા મેઘરજ પોલીસે ઘટનાસ્થળે જઇ કાયદેસર કાર્યવાહી કરી આત્મહત્યાનો ગુનો નોંધ્યો હતો. જો કે એકાએક પોતાના વ્હાલસોયા દિકરાનો મૃતદેહ આમ ઝાડ ઉપર લટકતો જોઇ છોકરાના વાલીને વિશ્વાસ આવતો નથી કે, તેમનો પુત્ર આમ અચાનક તેમને છોડી ને જતો રહશે. મૃતક છોકરાના માતાપિતાનું માનવું છે કે, તેમનો પુત્ર અને છોકરી બંનેની પ્રેમપ્રકરણ બાબતે શંકાના આધારે છોકરીના પરિવારજનોએ ઠંડા કલજે હત્યા કરી છે.

આ પણ વાંચો:અરવલ્લીમાં શિક્ષક બન્યો ક્રુર, 50 વિદ્યાર્થીઓને લાકડી વડે માર માર્યો

જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને ઉચ્ચ સ્તરીય તપાસ માટે અરજી કરી- આ અંગે છોકરાના પિતાએ જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને ઉચ્ચ સ્તરીય તપાસ માટે અરજી કરી છે. જેમાં જણાવ્યું છે કે, બંને સગીર બાળકોની હત્યા (Murder Of Children In Arvalli) કરવામાં આવી છે. મૃતક સગીર છોકરાના વાલીના જણાવ્યા અનુસાર મૃતક 7 માર્ચ 2022ના રોજ સાંજના સમયે જમી-પરવારીને નજીકમાં તેના કાકાના છોકરાનું નવીન મકાન નિર્માણ થતું હોવાથી ત્યાં દેખરેખ રાખવા માટે ગયો હતો. બીજા દિવસે તારીખ 8 માર્ચ 2022ને મંગળવારના રોજ વહેલી સવારના 8 કલાકે મૃતક છોકરીના કાકા પાંડોર અલ્પેશભાઇ કુબેરભાઇનો તેમના ઉપર ફોન આવ્યો હતો કે, તમારો પુત્ર ક્યાં છે? અમારે મેઘરજ જવાનું છે તેથી તેને જોડે લઈ જવો છે.

મૃતક છોકરાના વાલીને અલ્પેશ ભાઇએ કર્યો હતો ફોન-જો કે મૃતક છોકરો હાજર ન હોઇ તેમના વાલીએ ના પાડી તેથી પાંડોર અલ્પેશભાઇ કુબેરભાઇએ ફોન મુકી દીધો હતો. ત્યારબાદ ફરીથી થોડાક સમય પછી પાંડોર અલ્પેશભાઇ કુબેરભાઇનો ફોન આવ્યો જેમાં તેમણે જણાવ્યું હતું કે, તમારા પુત્ર તથા છોકરી બંન્નેના મૃતદેહ વસાઈ ગામની સીમમાં બાવળના ઝાડ ઉપર લટકે છે. આ સાંભળતા જ મૃતકના વાલી અને પરિવારના સભ્યો વસાઈ (Crime In Gujarat) ગામે દોડી ગયાં હતાં. ત્યારે તેમનો પુત્ર તથા એક છોકરી બંન્નેના મૃતદેહ બાવળના ઝાડની એક જ ડાળ ઉપર લટકતા મળ્યાં હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચી બંને મૃતદેહો (Suicide Cases In Gujarat) નીચે ઉતારી પી.એમ. માટે હોસ્પિટલ ખસેડ્યાં હતાં.

આ પણ વાંચો:Olpad Youth Murder: ઓલપાડ દીહેણ ગામે ધુળેટીના દિવસે થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

છોકરાના પરિવારને 2 લોકો પર હત્યાનો શક- હત્યા સમયે છોકરીના માતાપિતા ગામમાં હાજર નહોતા- મેઘરજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા અલગ-અલગ વ્યકિ્તઓના 5 નિવેદનો લેવામાં આવ્યા છે. જેમાં પોલીસ સમક્ષ નિવેદનમાં છોકરીના માતાપિતાએ ઘટના સમયે ધનસુરા મુકામે કોઇક ખેતરમાં મજૂરી કામ કરતા હોવાનું જણાવ્યું છે. સમગ્ર બનાવ અંગે છોકરાના વાલીને ફોન કરનારા છોકરીના કાકા પાંડોર અલ્પેશભાઇ કુબેરભાઇ અને અન્ય સગા પાંડોર રાયચંદભાઇ રાયણભાઇ પર આ ઘટનામાં સંડોવણી હોવાનો શક છે. જેથી તેમના પુત્રના મૃત્યુ બાબતે સચોટ અને ન્યાયિક તપાસ થાય તો સાચી હકીકત બહાર આવે અને ગુનેગારોને સજા થાય તેવી જિલ્લા પોલીસ વડા સમક્ષ માંગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details