અરવલ્લીઃ હીરાપુર કમ્પાના ખેડૂતોએ જંગલી પશુઓથી ખેતરના પાકને રક્ષા આપવા વીજ કરંટની જાળી બનાવી હતી. જેમાં કરંટ લાગતાં નારણપુરા ગામના માતા-પુત્રનું મોત થયું છે. માતા-પુત્રના મોતથી બન્ને ગામ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી. જેમાં ગ્રામલોકોએ હલ્લાબોલ કરીને પથ્થરમારો કર્યો હતો. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
ખેતરની ફરતે મૂકેલા વીજ કરંટની જાળીને અડી જતા માતા-પુત્રનું મોત, ગ્રામલોકો વચ્ચે જૂથ અથડામણ - હીરાપુર કમ્પા
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના હીરાપુર કમ્પાના ખેડૂતોએ જંગલી પશુઓથી ખેતરના પાકને રક્ષા આપવા વીજ કરંટની જાળી બનાવી હતી . આ જાળીના નજીક ત્રણ વર્ષના બાળક સાથે પસાર થતી નારણપુરા ગામની મહિલાને વીજ કરંટ લાગતાં બન્નેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જેથી 2 ગામ વચ્ચે જૂથ અથડામણ થઇ હતી.
અરવલ્લીમાં ખેડૂતે મુકેલા વીજ કરંટથી માતા-પુત્રનું મોત, ગ્રામલોકો વચ્ચે જૂથ અથડામણ
મળતી માહિતી અનુસાર રવિવારે વહેલી સવારે ધનસુરાના હીરાપુર કમ્પાના ખેડૂતે ખેતરમાં પાક સુરક્ષા માટે લગાવેલા તારમાં વીજ કરંટ લગાવેલો હતો. આ તારની નજીકથી નારણપુરા ગામના હિરલબેન અને તેમનો પુત્ર પસાર થતાં તેમનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જેથી મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, આ ઘટનાના પગલે ખેતરના માલિકે માતા-પુત્રના મૃતદેહને ઘટનાસ્થળેથી ખસેડીને પૂરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ સાથે જ પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.