મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં મંગળવારના રોજ બાયડમાં આંબલીયારા, ટોટુ, રમોસ અને બાયડ શહેરમાં એક એમ કુલ 4 કોરોના વાઈરસના કેસ નોંધાયા હતા. જ્યારે ધનસુરા અંબાસર ગામે બે તેમજ ભિલોડાના વાસંળી અને મેઘરજના લાલોડીયા ગામે એક-એક કેસ નોંધાતા કુલ 8 નવા કેસ નોંધાયા છે.
અરવલ્લીમાં કોરોના વધુ 3 પોઝિટિવ કેસ, કુલ આંક 94 પર પહોંચ્યો - અરવલ્લી કોરોના વાઈરસ ન્યૂઝ
અરવલ્લી જિલ્લામાં બુધવારે કોરોના વાઈરસના વધુ ત્રણ કેસ પોઝિટિવ નોંધાયા છે. આ સાથે જ જિલ્લામાં કોરોનાગ્રસ્ત સંખ્યાનો કુલ આંક 94 પર પહોંચ્યો છે.
બુધવારના રોજ મોડાસાના બામણવાડ, કુણોલ અને ટીંટોઇમાં વધુ ૩ કેસ નોંધાતા જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક 94 પર પહોંચ્યો છે. જેને લઇ આરોગ્ય વિભાગ દ્વારા સર્વેની કામગીરી સઘન બનાવાઇ છે. જેમાં આ નિયત્રિંત વિસ્તારમાં આરોગ્યની 36 ટીમ 2219 ઘરના 11435 લોકોને ડોર ટુ ડોર સર્વેમાં આવરી લેશે. જિલ્લામાં આરોગ્ય વિભાગની યોગ્ય સારવારથી 75 લોકો સાજા થઇ ઘરે પરત ફર્યા છે. જ્યારે અત્યારે બાયડના 5, ભિલોડાના 4, ધનસુરા 3 અને મોડાસાના ૩ મળી કુલ 16 કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે.
અરવલ્લી જિલ્લામાં આરોગ્યતંત્રની તકેદારી રાખવાને લઇ જિલ્લામાં કોરોના સંક્રમિત લોકોની યોગ્ય સારવાર થાય તે માટે સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. જેમાં છેલ્લા બે દિવસ દરમિયાન લેવાયેલા 236થી વધુ સેમ્પલમાંથી મોડાસા, મેઘરજ ધનસુરા, બાયડ અને ભિલોડા તાલુકામાંથી કોરોના પોઝિટિવ દર્દીઓ મળી આવ્યાં હતા.