અરવલ્લી : અરવલ્લી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવના કેસ સામે આવ્યા બાદ શહેરી વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. જેમાં સમયાંતરે સેનિટાઇઝ કરીને સંક્રમણને અટકાવવા શહેરના મુખ્ય રસ્તાઓ, ઘરો અને સાર્વનજિક સ્થળોને આવરી લઇ જંતુરહિત કરવાની કામગીરી હાથ ધરાઇ છે.
મોડાસાના 15 હજારથી વધુ ઘરોને સેનિટાઇઝ કરાયા મોડાસા નગરને સંપૂર્ણપણે સેનિટાઈઝ કરવા માટે બે ફોગર મશીન, મીની ફાયર ફાઈટર, જેટીંગ મશીન તથા ટ્રેકટરના ઉપયોગથી શહેરના 9 વોર્ડના 15 હજારથી વધુ ઘરોને આવરી લેવામાં આવ્યા છે.
મોડાસાના 15 હજારથી વધુ ઘરોને સેનિટાઇઝ કરાયા જિલ્લા કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, જિલ્લા પોલીસ વડાની કચેરી સહિત અન્ય કચેરી, શૈક્ષણિક સંકુલ અને સાર્વજનિક સ્થળોને પણ આવરી લેવાયા છે.
મોડાસાના 15 હજારથી વધુ ઘરોને સેનિટાઇઝ કરાયા શહેરના 4 હજારથી વધુ કોર્મશિયલ બિલ્ડીંગ સહિત તમામ સ્થળોને સેનિટાઇઝ કરવા માટે 4800 લિટર સોડિયમ હાયપોકલોરાઇડનો ઉપયોગ કરાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોડાસા નગરમાં કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારના 250થી વધુ ઘરોને પણ સેનિટાઇઝ કરવામાં આવ્યા છે.