ગુજરાત

gujarat

By

Published : Jun 17, 2020, 8:24 PM IST

ETV Bharat / state

અરવલ્લીના 4 લાખથી વધુ પશુઓને "ઇનફ" (INAPH) હેઠળ નવી ઓળખ મળી

ચોમાસાની સિઝન પુર્વે રોગચાળાથી બચાવવા અરવલ્લી જિલ્લાના 2,73,015 પશુઓને સઘન રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જ્યારે 4,46,223 પશુઓને ‘ઇનફ’ (INAPH) હેઠળ નવી ઓળખ આપવામાં આવી છે.

અરવલ્લીના ચાર લાખથી વધુ પશુઓને "ઇનફ" (INAPH) હેઠળ નવી ઓળખ મળી
અરવલ્લીના ચાર લાખથી વધુ પશુઓને "ઇનફ" (INAPH) હેઠળ નવી ઓળખ મળી

અરવલ્લી: આધારકાર્ડ દ્વારા માણસોનું સરનામું મેળવી શકાય છે અને જો તેઓ સ્થળાંતર કરી બીજા જિલ્લા કે રાજ્યમાં જતા રહે તો પણ આધાર નંબર થકી તેમને શોધી શકાય છે. પરંતુ જો એવી જ કોઈ વ્યવસ્થા પશુઓ માટે ગોઠવાય તો તે નવાઈની વાત ગણાય.

અરવલ્લીમાં ખેતીની સાથે પશુપાલન એ પૂરક નહિ પરંતુ પૂર્ણ સમયના વ્યવસાય તરીકે સ્વીકારતા બુધવારે બે લાખથી વધુ કુટુંબો 1019 દૂધ મંડળીમાં દૂધ ભરાવીને આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે. તેની સાથે તેમના આવકના મુખ્ય સ્ત્રોત સમાન પશુઓની માવજત પણ લેવામાં આવી રહી છે. ચોમાસાની સિઝન પૂર્વે રોગચાળાથી બચાવવા અરવલ્લી જિલ્લાના 2,73,015 પશુઓને સઘન રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જયારે 4,46,223 પશુઓને ‘ઇનફ’ (INAPH) હેઠળ નવી ઓળખ આપવામાં આવી છે.

અરવલ્લીના ચાર લાખથી વધુ પશુઓને "ઇનફ" (INAPH) હેઠળ નવી ઓળખ મળી


આ અંગે વાત કરતા જિલ્લા પશુપાલન અધિકારી ડૉ.એમ.કે. ચૌહાણે જણાવ્યું હતુ કે, પશુપાલકોની આવકમાં વધારો કરવા પશુઓ સ્વસ્થ્ય હોવા જરૂરી છે. જેને લઇ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય પશુરોગચાળા નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત (NADCP) સઘન રસીકરણ હાથ ધરાયું છે. જેમ દેશમાં બાળકો માટે "પોલીયો" નાબૂદી અભિયાન હાથ ધરાયું છે તેમ પશુઓમાં ખરવા-મોવાસા રોગને નાબૂદ કરવા રસીકરણ ઝૂંબેશ હાથ ધરાઇ છે.

વધુ વિગત આપતા મદદનીશ પશુપાલન અધિકારી ડૉ. કવેશ પટેલે જણાવ્યું હતું કે, આમાં માત્ર પશુઓનું રસીકરણ જ નહી પરંતુ NDDB દ્વારા તૈયાર કરવામાં આવેલા INAPH (Information Network for Animal Productivity & Health) સોફ્ટવેર થકી પશુ ગણતરી અને તેની નોંધણી કરાય છે. જેમાં માલિકનું નામ-ગામ અને મોબાઇલની સહિત તેના પશુઓની સંખ્યા અને જાતિની તેની બિમારીઓ આ તમામ વિગતની નોંધ કરવામાં આવે છે. INAPHનું ટેગ કરાયા બાદ જો એ પશુ અન્ય જિલ્લા કે રાજ્યમાં વેચાણ પણ કરી દે તો પણ પશુપાલક કે વેટેનરી ડૉકટર મોબાઇલમાં બારકોડ સ્કેન કરે તો પશુને ક્યારે રસીકરણ કરવામાં આવ્યું હતું અને હવે ક્યારે ફરીથી રસી આપવાની છે તે તમામ વિગત ક્ષણવારમાં ઉપલબ્ધ થઇ જાય છે. સાથે આગામી દિવસોમાં જો પશુને રસીકરણ કરવાનું હોય તો તે એલર્ટ મેસેજ થકી પણ જાણ કરવામાં આવે છે.


આ રીતે અરવલ્લીના મોડાસાના 70,829 ધનસુરાના 47667, બાયડના 1,14,073 માલપુર 68,339, મેઘરજ 71,532 અને ભિલોડાના 73,783 મળી કુલ 4,46,223 પશુઓને "ઇનફ " (INAPH) નું ટેગિંગ કરી નવી ઓળખ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details