ગુજરાત

gujarat

ETV Bharat / state

અરવલ્લીના 25 હજારથી વધુ લોકોએ આરોગ્ય સેતુ એપ કરી ડાઉનલોડ - આરોગ્ય સેતુ એપ

અરવલ્લીના મોડાસામાં આરોગ્ય માટે જાગૃત થઇ 25,503 લોકોએ આરોગય સેતુ એપ ડાઉનલોડ કરી છે. જયારે 553 લોકોએ જાત તપાસ કરી પોતાના જીવને સુરક્ષિત કરવા માટે કટીબધ્ધ થયા છે.

applocation
applocation

By

Published : Apr 18, 2020, 7:32 PM IST

મોડાસા- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૩ મે સુધી લોકડાઉનની સમય મર્યાદા વધારવાની જાહેરાત કરી છે તે સાથે સાથે દેશના તમામ લોકોને કોરોના વાઇરસ એટલે કે COVID-19ના સંક્રમણથી બચવા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવા પણ ભલામણ કરી હતી.

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી રોગના સંક્રમણથી બચવા સહકાર માંગ્યો હતો જેનો સારો એવો પ્રતિસાદ મળ્યો છે. જેમાં અરવલ્લીવાસીઓ પણ આરોગ્ય માટે જાગૃત થઇ 25,503 લોકોએ આરોગય સેતુ એપ ડાઉનલોડ કરી છે. જયારે 553 લોકોએ જાત તપાસ કરી પોતાના જીવને સુરક્ષિત કરવા માટે કટીબધ્ધ થયા છે.

નોંધનીય છે કે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 2 એપ્રિલના રોજ આરોગ્ય સેતુ નામની એપ શરૂ કરવામાં આવી છે. દેશની 11 ભાષાઓમાં ઉપલબ્ધ આરોગ્ય સેતુ એપમાં કોરોના સબંધિત COVID-19ના સંક્રમણને લગતા જોખમો અને તેનુ સચોટ વિવરણ, લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ ? તેવી તમામ માહિતી આરોગ્ય સેતુ એપમાં સમાવેશ કરાયો છે.

ABOUT THE AUTHOR

...view details