અરવલ્લી: જિલ્લા ઉપરાંત દરેક તાલુકા અને ગામડાઓમાં પણ કોરોનાની ચપેટમાં અનેક લોકો આવી રહ્યા છે. ત્યારે, કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા આરોગ્ય તંત્ર તેમજ સરકાર દ્વારા અનેકવિધ પગલા લેવામાં આવી રહ્યા છે.
માલપુર તાલુકામાં 1,300થી વધુ લોકોએ ઔષધિય ઉકાળાનો લાભ લીધો - medicinal decoction in malpur
ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદને અક્સીર ઇલાજ માનવામાં આવ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં કોરોનો વ્યાપ વધતા શહેર અને ગામના લોકો સંક્રમણની અસરમાં આવ્યા છે. જેને લઇ માલપુરના આયુર્વેદ કચેરી તથા સ્થાનિક વનમંડળીના સંયુક્ત ઉપક્રમે માલપુરના કોરોનાગ્રસ્ત વિસ્તાર તથા ઉભરાણ ગામે નિશૂલ્ક ઔષધિય ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
![માલપુર તાલુકામાં 1,300થી વધુ લોકોએ ઔષધિય ઉકાળાનો લાભ લીધો માલપુર તાલુકામાં 1,300થી વધુ લોકોએ ઔષધિય ઉકાળાનો લાભ લીધો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-05:54:49:1595939089-gj-arl-02-ayurvedic-drink-photo1-gj10013jpeg-28072020173321-2807f-1595937801-232.jpeg)
કોરોના સામેની જંગમાં લોકોમાં રોગપ્રતિકાર શક્તિ જળવાય રહે તે માટે ગળો, અરડુસી, તુલસી અને ફૂદીના સહિતના ઔષધિય વનસ્પતિઓનો રસને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. ત્યારે માલપુરની વૃક્ષ ઉછેર ગ્રામવન વિકાસ મંડળના દિનેશભાઇ ઉપાધ્યાય અને સરકારી આયુર્વેદ દવાખાનાના ર્ડો. અમિતાબેન પટેલ સહિત વનમંડળીના સંયોજક યશ પંડયા, હેરીક ઉપાધ્યાય, ડંકીત પંડયા, વિવેક ગોર દ્વારા માલપુરમાં જયાં કોરોના કેસ આવ્યા છે, તેવા નિયત્રિત વિસ્તારના વલ્લભફળી, દરબારગઢ, ખાડીયા ચાર રસ્તા અને અંધારીફળીના 750 થી વધુ લોકો અને ઉભરાણના 600થી વધુ લોકોને ઔષધિય આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરાયું હતું.