- અરવલ્લી જિલ્લા નેશનલ ઇમ્યુંનાઇઝેશન ડે પલ્સ પોલિયો કાર્યક્રમ યોજાયો
- કાર્યક્રમ અંતર્ગત 0થી 5 વર્ષના કુલ 1, 14, 196 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા
- ઉચ્ચ અધિકારીઓ દ્વારા પલ્સ પોલિયો કાર્યક્રમનો પ્રારંભ
અરવલ્લીઃ જિલ્લા નેશનલ ઇમ્યુંનાઇઝેશન ડે પલ્સ પોલિયો કાર્યક્રમ અંતર્ગત 0થી 5 વર્ષના કુલ 1, 14, 196 બાળકોને પોલિયોની રસીના ટીપા પીવડાવવામાં આવશે. જે અંતર્ગત રવિવારના રોજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ બાળકોને પોલીયોના ટીપા પીવડાવી પલ્સ પોલિયો કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
પોલિયો રસી આપવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
અરવલ્લી જિલ્લામાં આજે પોલિયો રવિવારના દિવસે 1,14,196 બાળકોને પોલિયો રસીના ટીપાં પીવડાવવાનો લક્ષાંક રાખવામાં આવ્યો હતો. જે અંગે જિલ્લામાં નોંધાયેલા તમામ બાળકોને રસી આપી શકાય તે માટે 614 પોલિયો બૂથ, બસ સ્ટેશન, ટોલ પ્લાઝા, ઇંટ ભઠ્ઠા જેવા વિસ્તારમાં 17 ટ્રાન્ઝીટ પોઇન્ટ પર 2517 ટીમ્સના સભ્યો દ્વારા રસી આપવાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જિલ્લાના મોડાસા ખાતે પી.એચ.સી સેંટર ખાતે કલેક્ટર, એસ.પી, ડી.ડી.ઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ બાળકોને રસી પીવડાવી પોલીઓ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.