અરવલ્લી: મોડાસા મામલતદાર કચેરી ખાતે લાખો રૂપિયાના ખર્ચે અરજદારો માટે નવીન જનસેવા કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. જેમાં આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશન કાર્ડમાં સુધારા વધારા સહિતની કામગીરી ઉપલબ્ધ કરવામાં આવશે.
મોડાસા મામલતદાર કચેરીમાં મોર્ડન જનસેવા કેન્દ્ર ખુલ્લું મુકાયું - અરવલ્લીના તાજા સમાચાર
મોડાસા ખાતે આવેલા જિલ્લા સેવા સદનમાં મદદરૂપ થવાના હેતુથી પ્રભારી પ્રધાન રમણ પાટકરના હસ્તે મોર્ડન જનસેવા કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપ કોંગ્રેસના નેતા, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, મોડાસા મામલતદાર અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
![મોડાસા મામલતદાર કચેરીમાં મોર્ડન જનસેવા કેન્દ્ર ખુલ્લું મુકાયું ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6378717-1108-6378717-1583992244351.jpg)
મોડાસા મામલતદાર કચેરી ખાતે મોર્ડન જનસેવા કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું
મોડાસા મામલતદાર કચેરી ખાતે મોર્ડન જનસેવા કેન્દ્ર ખુલ્લું મુકવામાં આવ્યું
મોર્ડન જનસેવા કેન્દ્રમાં અરજદારો માટે ઝેરોક્ષ મશીનની પણ સુવિધા છે. આ સાથે જ અરજદારોએ નોટરી કરવા માટે પણ બહાર ન જવું પડે, તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ખાસ ટોકન સિસ્ટમથી કામ કરવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેથી અરજદારોને લાઇનમાં ઊભા રહેવું નહીં પડે અને સમયનો વેડફાટ પણ નહીં થાય.
Last Updated : Mar 12, 2020, 12:02 PM IST