મોડાસા ખાતે સાબરમતી ગેસ પમ્પિંગ સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું - aravalli
અરવલ્લી : ગુજરાતમાં પ્રસ્થાપિત સાબરમતી ગેસ લિમિટેડ તેના નેટવર્કને વિકસાવવા સતત પ્રયત્નશીલ છે. ત્યારે મોડાસા નગરમાં CNG સ્ટેશનનું ભૂમિપૂજન જિલ્લા કલેકટર એમ નાગરાજનના હસ્તે કરવામાં આવ્યું હતું.
મોડાસા ખાતે સાબરમતી ગેસ પમ્પિંગ સ્ટેશનનું ભૂમિપૂજન કરાયું
ભૂમિપૂજન પ્રસંગે કલેકટર નાગરાજને જણાવ્યું હતું કે મોડાસાના વાહનચાલકોની લાંબા સમયથી CNG પમ્પની માંગણી હતી. જે આજે પૂર્ણ થવાના આરે છે. તેની સાથે ઘરેલુ વપરાશ માટે રાંધણગેસના કનેક્શન માટે ઉપલબ્ધ કરવામાં આવશે. જેનાથી ગેસના બાટલાની ઝંઝટમાંથી મુક્તિ મળશે અને લોકોને 200થી 300 રૂપિયા સુધીની બચત થશે.