ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસાની મહાલક્ષ્મી હોસ્પિટલમાં ડોક્ટરે ટ્રીપ્લેટ બાળકોની નોર્મલ ડિલિવરી કરી - normal delivery of triplets in modasa

અરવલ્લી જિલ્લમાં તબીબી નગરી તરીકે પ્રસિદ્વ મોડાસા નગરના મહાલક્ષ્મી હોસ્પિટલમાં એક મહિલાએ ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. બાળકો અને માતાની તબીયત સ્વસ્થ જણાતાં પરિવારમાં ખુશી છવાઇ હતી.

મોડાસાની મહાલક્ષ્મી હોસ્પિટલમાં ડોક્ટરે ટ્રીપ્લેટ બાળકોની નોર્મલ ડિલિવરી કરી
મોડાસાની મહાલક્ષ્મી હોસ્પિટલમાં ડોક્ટરે ટ્રીપ્લેટ બાળકોની નોર્મલ ડિલિવરી કરી

By

Published : Jul 18, 2020, 8:47 PM IST

અરવલ્લી: જિલ્લાના મોડાસા નગરમાં મહાલક્ષ્મી હોસ્પિટલના તબીબ રવિ પ્રજાપતિએ રાજસ્થાનની મહિલાના ગર્ભમાં રહેલા ટ્રિપ્લેટ બાળકોની સ્થિતિને અનુલક્ષીને નોર્મલ પ્રસુતિથી ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો.

મોડાસાની મહાલક્ષ્મી હોસ્પિટલમાં ડોક્ટરે ટ્રીપ્લેટ બાળકોની નોર્મલ ડિલિવરી કરી

માતાની ડિલિવરી બાદ માતા અને બાળકોની તબીયત સ્વસ્થ રહેતા રાજસ્થાનના ચીખલી નજીક દાદ ગામના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ટ્રિપ્લેટ બાળકો જન્મ પછી ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો.એમ.એ ખાલકે સ્વાસ્થ અંગે તપાસ કરી હતી અને તબિયત સારી થતા રજા આપવામાં આવી હતી.


નોંધનીય છે કે, સામાન્ય સંજોગોમાં ગર્ભમાં ટ્રીપ્લેટ હોય ત્યારે તબીબો જોખમના કારણે સિઝેરીયન ડીલવરી કરાવતા હોય છે. ત્યારે, નોર્મલ ડિલિવરી થતા મધ્યમ વર્ગના પરિવારને બિન જરૂરી ખર્ચથી રાહત થઇ હતી.

ABOUT THE AUTHOR

...view details