- મોડાસાની તત્વ ઇજનેરી કોલેજ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો
- કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના બાળકોને ઇજનેરી કોલેજમાં મફત પ્રવેશ
- આવા પરિવારના બાળકોની ફી માફ કરવાનો નિર્ણય કર્યો
અરવલ્લી :ગુજરાતમાં કોરોનાની મહામારીમાં કેટલાય લોકોએ પોતાના જીવ ગુમાવ્યો છે અને કેટલાય બાળકો પોતના માથા પરથી મા-બાપની છત્રછાયા ગુમાવી છે. રાજ્ય સરકારે આવા અનાથ બાળકો માટે સહાયની જાહેરાત પણ કરી છે. આવા સમયે અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસામાં કાર્યરત તત્વ ઇજનેરી કોલેજે પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
આ પણ વાંચો : રાજ્યમાં કોરોનાની સ્થિતિ: છેલ્લા 24 કલાકમાં 481 પોઝિટિવ કેસ, 09 દર્દીના થયા મૃત્યુ
પરિવારના બાળકોની ફી માફ કરવાનો નિર્ણય કર્યો
કોરોનાની મહામારીમાં જે લોકોના મોત નિપજ્યા છે. સંસ્થાએ તેમના બાળકોને ડિપ્લોમાં અને ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ નિ:શુલ્ક આપવામાં આવશે તેવી જાહેરાત કરી છે. જે પરિવારમાં ઘરના કમાનારા મોભીનું મોત થયું છે અને આર્થિક રીતે પગભર થનારું કોઇ જ નથી. આવા પરિવારના બાળકોની ફી માફ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે ખાસ કમિટી કોલેજ દ્વારા બનાવવામાં આવી છે. આવા પરિવારમાં રહેતા બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
તત્વ ઇજનેરી કોલેજ કોરોનામાં મૃત્યુ પામેલ લોકોના બાળકોના વ્હારે આ પણ વાંચો : જામનગરની બ્રિલિયન્ટ સ્કૂલ કોરોનામાં અવસાન પામેલા વાલીઓના વિધાર્થીઓને આપશે વિના મૂલ્યે શિક્ષણ
તત્વ કોલેજ દ્વારા બાળકોના ઉજવળ ભવિષ્ય માટે પ્રયાસ કર્યો
અરવલ્લીનું મોડાસા ઉત્તર ગુજરાતમાં શિક્ષણ નગરી તરીકેની આગવી ઓળખ ધરાવે છે. ત્યારે કપરા સમયમાં તત્વ કોલેજ દ્વારા બાળકોના ઉજવળ ભવિષ્ય માટે ભગીરથ પ્રયાસ કર્યો છે તે સરાહનીય છે.