- મોડાસા રૂરલ PSIને ચોરીનો ગુનો નોંધવામાં બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરાયા
- ચોરીના ગુના નોંધવામાં ભારે બેદરકારી દાખવવામાં આવતી હોવાની અનેક ફરિયાદો
- PSI રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા
અરવલ્લી : જિલ્લામાં પોલીસ અધિકારીઓનો એક યા બીજા કારણોસર સસ્પેન્ડ થવાનો સિલસિલો થમવાનો નામ લેતો નથી. હજૂ તો દારૂકાંડમાં સંડોવાયેલા LCB PI પરમાર અને દારૂના નાશામાં પોલીસ જીપ ચલાવનારા PSI બી. એલ. રોહિતના સસ્પેન્ડની વાતો ચર્ચામાં છે. મોડાસા ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PSI રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના PSI પી. ડી. રાઠોડે ચાર્જ સંભાળ્યા બાદ ચોરીના ગુનો નોંધવામાં ભારે બેદરકારી દાખવવામાં આવતી હોવાની ફરિયાદો વધી રહી હતી.
આ પણ વાંચો -રેન્જ IGના આદેશથી દારૂકાંડમાં સંડોવાયેલા PIને કરાયા સસ્પેન્ડ
ફરિયાદીઓએ જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને રજૂઆત કરી
ટીંટોઈ નજીક ખેતરમાંથી ડ્રિપના માલસામાનની ચોરી અને પેટ્રોલ પંપ નજીકથી કોપરના વાયર ચોરી થઇ હતી. જેમાં ફરિયાદ લેવામાં મોડાસા રૂરલ પોલીસે બેદરકારી દાખવી હતી. આ બન્ને અલગ અલગ ચોરી હોવા છતાં એક જ ગુનો નોંધાતા, આ અંગે બન્ને ફરિયાદીઓએ જિલ્લા પોલીસ વડા સંજય ખરાતને રજૂઆત કરી હતી. જેના પગલે તપાસના આદેશ આપયા હતા. આખરે PSI પી. ડી. રાઠોડની બેદરકારી જણાઈ આવતા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.