ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા રૂરલ પોલીસે નેશનલ હાઇવે પરથી 2 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો - વિદેશી દારૂ

અરવલ્લી જિલ્લાની મોડાસા રૂરલ પોલીસે મંગળવારના રોજ રાજેન્દ્રનગર ચોકડી પરથી પસાર થતી કારમાંથી 2.21 લાખનો વિદેશી દારૂ ઝડપી હરિયાણાના બે બુટલેગરોને દબોચ્યા હતા.

મોડાસા રૂરલ પોલીસે નેશનલ હાઇવે પરથી 2 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો
મોડાસા રૂરલ પોલીસે નેશનલ હાઇવે પરથી 2 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

By

Published : Nov 11, 2020, 7:40 PM IST

  • મોડાસા રૂરલ પોલીસે વિદેશી દારૂ ઝડપ્યો
  • પોલીસે હરિયાણાના બે બુટલેગરોને ઝડપી પાડ્યા
  • નંબર વિનાની કારમાં દારૂની હેરાફેરી ઝડપાઇ

અરવલ્લીઃ જિલ્લાના મોડાસાની રૂરલ પોલીસની ટીમે રાજેન્દ્રનગર ચોકડી નેશનલ હાઈવે નંબર 8 માર્ગ પર વાહન ચેકીંગ હાથ ઘર્યુ હતું. આ દરમ્યાન રાજસ્થાન તરફથી શંકાસ્પદ નંબર વગરની ગાડી આવતા તેને અટકાવી તલાસી કરી હતી. આ કારની પાછળની સીટ તેમજ ડીકીમાંથી ઈંગ્લીશ દારૂની 402 બોટલોનો જથ્થો મળી આવ્યો હતો.

મોડાસા રૂરલ પોલીસે નેશનલ હાઇવે પરથી 2 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

પોલીસે 7,07,500નો મુદ્દામાલ કબ્જે લીધો

પોલીસે દારૂનો જથ્થો, ગાડી અને 3 મોબાઈલ સહિત કુલ 7,07,500નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જયારે પ્રતિબંધીત વિસ્તારમાં વિદેશી દારૂની ગેરકાયદેસર હેરાફેરીમાં સંડોવાયેલા હરીયાણાના ગાડી ચાલક પ્રકાશ કરણસીંગ જાટ અને સંદીપ સતબીરસીંગ જોગીને ઝડપી આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details