ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા રૂરલ પોલીસ અને ARTOની પ્રશંસનીય કામગીરીથી અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકનો જીવ બચ્યો

અરવલ્લી જિલ્લામાં મોડાસા - હિંમતનગર રોડ પર શામપુર પાટીયા નજીક બાઈક ચાલક ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ રોડ પર પડ્યો હતો. ત્યારે મોડાસા રૂરલ પોલીસ અને ARTOની પ્રશંસનીય કામગીરીથી અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકનો જીવ બચ્યો હતો.

Modasa
Modasa

By

Published : May 21, 2021, 10:48 AM IST

  • મોડાસા રૂરલ પોલીસ અને ARTOની પ્રશંસનીય કામગીરીથી અકસ્માતમાં ઇજાગ્રસ્ત બાઇક ચાલકનો જીવ બચ્યો
  • ઇજાગ્રસ્ત બાઇક ચાલક બેભાન હાલતમાં બાઈક સાથે રોડ પર બે કલાક સુધી પડી રહ્યો
  • તાત્કાલીક સારવાર આપતા બાઈક ચાલકનો આબાદ બચાવ

અરવલ્લી: જિલ્લામાં મોડાસા - હિંમતનગર રોડ પર શામપુર પાટીયા નજીક બાઈક ચાલક ટ્રક પાછળ ઘૂસી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ રોડ પર પડ્યો હતો . મોડાસા ARTO ફરજ પૂરી કરી પરત ઘરે જઇ રહ્યા હતા ત્યારે તેમણે આ યુવકને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં બેભાન પડેલ જોયો ત્યારે ઉભા થઇ ગયા હતા. તેમણે થોડી વાર સુધી કોઇ વાહન ની રાહ જોઇ પરંતુ કોઇ વ્યવસ્થા ન થતા રૂરલ PIને જાણ કરી હતી. રૂરલ PI પોલીસકર્મીઓને ઘટનાસ્થળે મોકલી બાઈક ચાલકને સારવાર અર્થે ખસેડતા બાઈક ચાલકનો જીવ બચ્યો હતો.

આ પણ વાંચો: મોડાસામાં અકસ્માતની ઘટનામાં જિલ્લા પોલીસ વડાએ DYSPને તપાસ કરવા આદેશ આપ્યો

ઇજાગ્રસ્ત બાઇક ચાલક બેભાન હાલતમાં બાઈક સાથે રોડ પર બે કલાક સુધી પડી રહ્યો

સાબરકાંઠા જિલ્લાના કેશરપુરા ગામના બાબુસિંહ સોમસિંહ પરમાર બાઈક લઇ અરવલ્લીના મોડાસાના શામપુર નજીકથી પસાર થઇ રહ્યા હતા . આ દરમિયાન વાવાઝોડુ અને વરસાદના પગલે આગળ જઈ રહેલ ટ્રક ન દેખાતા ટ્રકની પાછળ ટકરાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાબુસિંહ સોમસિંહ પરમાર બેભાન અવસ્થામાં બાઈક સાથે રોડ પર બે કલાક સુધી પડી રહ્યા હતા. આ સમયે મોડાસામાં ARTO તરીકે ફરજ બજાવતા વિપુલ દેસાઈ ત્યાંથી પસાર થતા તેમની નજર બેભાન હાલતમાં પડેલા બાઈક ચાલક પર પડતાની સાથે જ થંભી ગયા હતા.

તાત્કાલીક સારવાર આપતા બાઈક ચાલકનો આબાદ બચાવ

યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવા માટે વિપુલ દેસાઈએ થોડીક વાર સુધી કોઇ વાહનની રાહ જોઇ પરંતુ કોઇ વાહન ન મળતા તેમણે મોડાસા રૂરલ PI તોમરને આ અંગે જાણ કરી હતી. રૂરલ PIએ સરડોઇ ઓ.પીમાં ફરજ બજાવતા કર્મચારીઓને ઘટનાસ્થળે મદદ માટે મોકલી આપ્યા હતા . ત્યારબાદ ઈજાગ્રસ્ત બેભાન અવસ્થામાં પડી રહેલા બાઈક ચાલકને તાત્કાલીક નજીક મેઢાસણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડયો હતો. તબીબોએ તાત્કાલીક સારવાર આપતા બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો.

આ પણ વાંચો: ભરૂચના નેત્રંગ મોવી રોડ પર કાર ખાઈમાં ખાબકતા સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત

પરિવાજનોએ ARTO વિપુલ દેસાઈ અને મોડાસા રૂરલ પોલીસ કર્મચારીઓનો આભાર માન્યો

અકસ્માત અંગેની જાણ બાઈક ચાલકના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવાજનોએ બાબુસિંહ સોમસિંહ પરમારનો જીવ બચાવવા બદલ ARTO વિપુલ દેસાઈ અને મોડાસા રૂરલ પોલીસ કર્મચારીઓનો આભાર માન્યો હતો.

ABOUT THE AUTHOR

...view details