ગુજરાત

gujarat

ETV Bharat / state

ACB ટ્રેપની ગંધ આવતા મોડાસા ટાઉન PSI લાંચ લઈ ફરાર

અરવલ્લી: થોડા દિવસ પહેલા જે PSIનું નામ લઇ મોબાઇલ દુકાનદાર પાસેથી ઉઘરાણી કરતો સલીમ નામના વચોટીયાનો વિડીયો વાયરલ થયો હતો. તે જ PSI કે.ડી. ભ્રહ્યબટ્ટ, ACBની ટ્રેપમાં ફસાયો છે. પ્રાઇવેટ કાર લઇને આવેલ PSIએ લાંચની રકમ ફરીયાદી પાસેથી સ્વીકાર્યા બાદ ટ્રેપની ગંધ આવતા ફરીયાદીને કારમાંથી એકદમ ઉતારી પુરઝડપે કાર રોંગ સાઇડ હંકારી રફુચક્કર થઇ ગયો હતો.

PSI

By

Published : Aug 8, 2019, 10:42 AM IST

મળતી માહિતી અનુસાર અરવલ્લીના માલપુરમાં ફરજ દરમિયાન એક જુના કેસના 3 લાખ પૈકી એક લાખ બાકી રહેતા, મોડાસા ટાઉન PSI કે.ડી. બ્રહ્મભટ્ટે કેસના આરોપી પાસે સતત ઉઘરાણી ચાલુ કરી હતી. અંતે એક લાખના 45 હજાર આપવાનુ નક્કી થયુ હતુ. જેમાં કેસના આરોપીએ 25 હજાર આપી દીધા હતા. જ્યારે બાકીના 20 હજાર માટે PSI કેતન દિલીપભાઇ ભ્રહ્યભટ્ટ દ્રારા વારંવાર માંગણીથી ત્રસ્ત બનેલા ફરિયાદીએ લાંચિયા ફોજદારને પાઠ ભણાવવા ગાંધીનગર ACBને ફરિયાદ કરી હતી.

PSI કે.ડી.બ્રહ્મભટ્ટને ઈ-ગુજકોપ પ્રોજેક્ટમાં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ DGP શિવાનંદ ઝા ના હસ્તે સન્માન કરી ઈ-કોપ એવોર્ડ આપવામાં આવ્યો હતો, ETV BHARAT

બુધવારે રાત્રે ગાંધીનગર ACB, PI ડી.વી. પ્રસાદ અને તેમની ટીમે છટકું ગોઠવી PSI કે. ડી. બ્રહ્મભટ્ટને ફરીયાદીએ મોડાસા સહયોગ ચાર રસ્તા પેટ્રોલપંપ પાસે બોલાવતા PSI બ્રહ્મભટ્ટ કાર સાથે પહોંચી ફરિયાદીને કારમાં બેસાડી ૨૦ હજાર રૂપિયાની લાંચ લઈ ACB ટ્રેપની ગંધ આવી જતા ફરિયાદીને કારમાંથી ઉતારી રોંગ સાઈડ કાર હંકારી ફરાર થઈ જતા ACBએ PSI કેતન દિલીપભાઈ બ્રહ્મભટ્ટ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

સૌથી મહત્વની બાબતે એ છે કે, PSI કે.ડી.બ્રહ્મભટ્ટે ઈ-ગુજકોપ પ્રોજેક્ટમાં ઉત્કૃષ્ઠ કામગીરી બાદલ DGP શિવાનંદ ઝા ના હસ્તે સન્માન કરી ઈ-કોપ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details