- અરવલ્લીના મોડાસામાંથી ચોરાયેલી પીકઅપ ડાલુ રાજસ્થાનથી મળ્યું
- ડીપ વિસ્તારમાં માર્બલની દુકાનની બહારથી પીકઅપ ડાલુ થયું હતું ચોરી
- વાહનચોરોને પોલીસની જાણ થતા પીકઅપ ડાલુ મુકી થઈ ગયા ફરાર અરવલ્લીથી ચોરાયેલું વાહન મોડાસા પોલીસે રાજસ્થાનમાંથી શોધ્યું
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસામાં આવેલા ડીપ વિસ્તારમાં ભાગ્યોદય માર્બલની દુકાનના પરિસરમાં પીકઅપ ડાલુ પાર્ક કરેલું હતું. આ પીકઅપ ડાલુ શુક્રવારે ન મળતા દુકાનમાલિકે સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. એટલે જાણવા મળ્યું હતું કે, વહેલી સવારે બે તસ્કરો આ પીકઅપ ડાલુ ચોરી ફરાર થઈ ગયા હતા. આ અંગે દુકાનમાલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. એટલે પોલીસે શામળાજી રોડ પર લગાવેલા સીસીટીવી કેમેરા તપાસ્યા હતા, જેમાં ચોરો પીકઅપ ડાલુ લઈ રાજસ્થાન તરફ જતા દેખાયા હતા.