મોડાસા જુના બસ સ્ટેન્ડ પોલીસ ચોકી પર તૈનાત પોલીસ કર્મીએ બસ રોકી એસ.ટી બસના ડ્રાઈવરને રૂપીયા 500નો દંડ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી .
મોડાસા પોલીસે એસ.ટી ડ્રાઇવરને પણ ફટકાર્યો દંડ - જિલ્લા ટ્રાફિક પોલીસ
મોડાસાઃ સમગ્ર રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા છે, ત્યારે આ નિયમનો કડક અમલ થાય તે માટે પોલીસ સઘન કાર્યવાહી કરી રહી છે. અરવલ્લીના મોડાસા ડેપોની મોડાસા-અમદાવાદ વાયા પુંસરી બસના ચાલક જગત સિંહ મકવાણા આ કાયદાના સકંજામાં આવી ગયા હતાં.
મોડાસા પોલીસે એસ.ટી ડ્રાઇવરને પણ ફટકાર્યો દંડ
સામાન્ય જનતાની સાથે સાથે સરકારી વાહન ચલાવતા કર્મચારીઓ પણ આ કાયદાના સકંજામાં આવી રહ્યા છે. એસ.ટી.ના કર્મચારીઓ કાયદાને ઘોળીને પી રહ્યા છે, ત્યારે આવા કર્મચારીઓ પર જિલ્લા ટ્રાફિક પોલીસની બાજ નજર જોવા મળી રહી છે.