ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા નગરપાલિકાએ રજૂ કર્યું પુરાંતવાળુ બજેટ - મોડાસા નગરપાલિકા ન્યૂઝ

મોડાસા નગરપાલિકાનું વર્તમાન બોડીનું છેલ્લું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ખર્ચ અંગે વિવિધ જોગવાઈઓ કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખે વર્ષ 2020-21નું રૂપિયા 10 કરોડ 65 લાખ પુરાંતવાળુ બજેટ રજૂ કર્યું હતું. જેમાં આવક અંદાજે 95 કરોડ 84 લાખ અને ખર્ચ 85 કરોડ 20 લાખનુ અનુમાન લગાવવામાં આવ્યુ છે.

modasa
modasa

By

Published : Mar 14, 2020, 1:22 PM IST

અરવલ્લીઃ મોડાસા નગરપાલિકાનું વર્તમાન બોડીનું છેલ્લું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં ખર્ચ અંગે વિવિધ જોગવાઈઓ કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખે વર્ષ 2020-21નું રૂપિયા 10 કરોડ 65 લાખ પુરાંતવાળુ બજેટ રજૂ કર્યું હતું. જેમાં આવક અંદાજે 95 કરોડ 84 લાખ અને ખર્ચ 85 કરોડ 20 લાખનુ અનુમાન લગાવવામાં આવ્યુ છે.

નગરપાલિકાના પ્રમુખ શુભાષભાઇ શાહે બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ વર્ષે કરવેરાની આવકમાં નવી મિલકતો દાખલ કરવાની થતી હોય આવક વધે તેમ છે. તેમજ ભાડુ અને જમીન વિકાસ ફીની આવક પણ નગરપાલિકાને મળવાપાત્ર થાય છે. જેથી નગરપાલિકાની આવકમાં વધારો થવાની શક્યતા છે.

આ ઉપરાંત એફ.એસ.આઇ બેટરમેન્ટ ચાર્જની સરકારે જોગવાઇ કરેલી હોવાથી તે પણ આવક થશે. આ સાથે જ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ નગરપાલિકા દ્વારા સરકારમાંથી જમીન મેળવી ગરીબો માટે આવાસ બનાવવા અંદાજે ત્રણ કરોડ ફાળવવામાં આવ્યા છે તેમજ નગરજનોને શુદ્ધ પાણી મળી શકે તે માટે વોટર એ.ટી.એમ મશીન મોડાસા નગરપાલિકા વિસ્તારમાં મૂકવાનું આયોજન કરવામાં આવ્યું છે.

મોડાસા નગરપાલિકાએ પુરાંતવાળુ બજેટ રજૂ કર્યુ

ABOUT THE AUTHOR

...view details