મોડાસા નગરમાં પાલિકાની વિકાસના કામોની ગુલબાંગોનું માત્ર 2 ઈંચ વરસાદે પોલ ખોલી હતી. નગરના મુખ્ય માર્ગો પર 5થી વધુ સ્થળ પર 10 ફૂટ જેટલા ઉડા ખાડા થયા છે .
મોડાસા પાલિકાના વિકાસના કામોની વરસાદે ખોલી પોલ - gujarat
અરવલ્લી : મોડાસા પાલિકા દ્રારા નગરના માલપુર અને મેઘરજ રોડ પર વિકાસના કામો ચાલી રહ્યા છે. આ કામો કેટલા ટકાઉ છે. તે પ્રથમ વરસાદમાં જ પોલ ખુલ્લી હતી. મોડાસામાં ઠેર ઠરે ભુવા પડેલા જોવા મળ્યા હતા.
મોડાસા પાલિકાના વિકાસના કામોની પહેલા વરસાદે પોલ ખોલી
આ ઉપરાંત કેટલાક વિસ્તારોમા નવા બનેલા રોડ બેસી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. ચોમાસુ શરૂ થાય તે પહેલાંની પ્રિ મોન્સૂન કાર્યવાહી પર પ્રશ્નાર્થ લાગી ગયા છે.