ગુજરાત

gujarat

ETV Bharat / state

મોડાસા જનસેવા કેન્દ્રમાં દાખલા માટે છેલ્લા 6 માસથી ફોર્મ નથી, તો મામલતદાર પણ બેખબર - modasa

અરવલ્લી : જિલ્લામાં આઉટસોર્સીંગ એજન્સીઓની લાલીયાવાડી અને સરકારી અધિકારીઓની ઉદાસીનતા વચ્ચે નાગરીકો પીસાઇ રહ્યાં છે. તો સરકારી યોજનાઓ માટે ફરજીયાતપણે કઢાવવા પડતા વિવિધ દાખલાઓ માટે મોડાસા જનસેવા કેન્દ્રમાં છેલ્લા 6 માસથી ફોર્મ પણ ઉપલ્બધ નથી. તો નવાઇ વાત તો એ છે કે, પોતાના હસ્તક જનસેવા કેન્દ્રમાં શું ચાલી રહ્યું છે. તેની મોડાસા મામલતદારને ખબર નથી. અરજદારોને ઝેરોક્ષની દુકાનોમાં ધકેલી દેવામાં આવતા ઝેરોક્ષ માલિકો લાચાર અરજદારો પાસેથી મનફાવે તેમ ફોર્મ દીઠ 5 થી 10 રૂપિયા ખંખેરી રહ્યા છે. જે ફોર્મ ખરેખર વિના મુલ્યે મળવું જોઇએ તેના 10 રૂપિયા ચાર્જ વસુલવામાં આવી રહ્યો છે.

મોડાસાનું જનસેવા કેન્દ્ર

By

Published : Jul 19, 2019, 2:18 AM IST

અરવલ્લી જિલ્લાના નાગરિકો દૂર દૂર થી આવતા ગરીબ અરજદારોને દાખલા મેળવવા ભરવા પડતા ફોર્મ માટે સેવા સદન કચેરી સામે આવેલા કોમર્શિયલ કોમ્પ્લેક્ષની એક ઝેરોક્ષની દુકાનોમાં જવા મજબુર કરવામાં આવે છે . ધમધોખતા તાપમાં ગામડામાંથી આવેલ વ્યક્તિ કચેરીએ આવી લાઇનમાં ઉભો રહે છે. તો વારો આવે એટલે ખબર પડે કે ફોર્મ ઝેરોક્ષની દુકાન પરથી લાવવાનું છે. આ તકલીફ અને પરેશાનીની AC ચેમ્બરમાં બેઠેલા સાહેબોને કેવી રેતી ખબર પડે.! જનસેવા કેન્દ્ર અરજદારો માટે ખર્ચાળ કેન્દ્ર બની રહેતા અરજદારોમાં ભારે રોષ પ્રવર્તિ રહ્યો છે. તો દાખલા માટેનું ફોર્મ મેળવવા ધરમધક્કા ખાતા અરજદારોએ જનસેવા કેન્દ્રમાં આઉટસોર્સીંગ એજન્સી હેઠળ ફરજ બજાવતા કર્મચારીઓની ઝેરોક્ષની દુકાનોના માલિકો સાથે સાંઠગાંઠ હોવાનો આક્ષેપ કર્યો હતો.

મોડાસાનું જનસેવા કેન્દ્ર

જો કે આ અંગે મોડાસા મામલતદાર હિતેશ ચૌધરીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, ફોર્મ ખલાસ થઇ ગયા છે. તેનાથી તેઓ અજાણ છે. પરંતુ અરજદારોને વિનામૂલ્યે દાખલા મેળવવા ફોર્મ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવાનું આશ્વાશન આપ્યું હતું. હવે જોવુ રહ્યું કે, મામલતદાર કચેરીમાં વિના મુલ્યે ફોર્મ ક્યારે મળે છે.

મોડાસાનું જનસેવા કેન્દ્ર

ABOUT THE AUTHOR

...view details