ગુજરાત

gujarat

By

Published : Feb 9, 2020, 12:17 PM IST

ETV Bharat / state

મોડાસામાં ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ ધરાશયી

અરવલ્લી જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલ્ટો આવવાની સાથે ભારે પવન ફૂંકાયો હતો. જેના કારણે મોડાસામાં વર્ષો જૂનું લીમડાનું મહાકાય વૃક્ષ ધરાશાયી થતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

modasa
મોડાસા

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા નગરના ડીપ વિસ્તારમાં આવેલ સરસ્વતી હાઈસ્કૂલની બાજુમાં વર્ષો જૂનું લીમડાનું વૃક્ષ એકાએક જમીનદોસ્ત થતા લોકોમાં નાસભાગ મચી હતી. રવિવારના કારણે શાળામાં રજા હોવાને લીધે મોટી જાનહાની ટળી હતી. જો કે, એક મહિલા ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમને સામન્ય ઈજાઓ થઈ હોવાની માહિતી મળી છે.

મોડાસામાં ભારે પવનના કારણે મહાકાય વૃક્ષ ધરાશયી

વૃક્ષ ધરાશાયી થવાના કારણે સમગ્ર મોડાસામાં વીજ પ્રવાહ ખોરવાયો છે. વીજ વિભાગના જણાવ્યા અનુસાર ઓછામાં ઓછા ચાર કલાક સુધી વીજ પ્રવાહ બંધ રહશે.

ABOUT THE AUTHOR

...view details