મોડાસા: નગરના સાર્વજનિક હોસ્પિટલમાં માલપુરના બગીચા વિસ્તારમાં રહેતા ૭૫ વર્ષીય વૃદ્ધાને તાવ-શરદી, ખાંસીની તકલીફને કારણે દાખલ કરવામાં આવ્યા હતા. જોકે આ ત્રણેય બિમારી કોવીડ-19 લક્ષણો હોવાથી દર્દીના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલ લીધાના ગણતરીના કલાકોમાં જ દર્દીનું મોત નિપજતા ભારે ચકચાર મચી હતી.
મોડાસામાં કોવીડ-19 શંકાસ્પદ 75 વર્ષીય વૃૃૃૃૃૃૃૃૃદ્ધાનું મોત
મોડાસામાં કોવીડ-19 શંકાસ્પદ ૭૫ વર્ષીય મહિલા દર્દીનુ મોત નિપજ્યું છે. 75 વર્ષીય વૃદ્ધાને ન્યુમોનિયાની સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. જો કે કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા દર્દીના સેમ્પલ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. જોકે રિપોર્ટ આવે તે પહેલા જ વૃદ્ધાનું મોત નિપજ્યું છે.
મોડાસા: કોવીડ-19 શંકાસ્પદ, ૭૫ વર્ષીય વૃૃૃૃૃૃૃૃૃદ્ધાનું મોત
આરોગ્ય વિભાગે મૃતકનો કોરોનાનો રિપોર્ટ બાકી હોવાથી મોડાસા સ્મશાન ગૃહમાં મૃતકની અંતિમવિધિ સરકારની ગાઈડલાઈન મુજબ કરાવનો નિર્ણય લીધો હતો. જેથી અન્ય લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તેમજ મૃતકના પરિવારજનોની સ્ક્રીનિંગ અને માલપુરના બગીચા વિસ્તારમાં સૅનેટાઇઝિંગની કામગરી હાથ ધરવામાં આવી છે.