મોડાસાના ATM નાણા વગરના, લોકો પરેશાન - GUJARATINEWS
અરવલ્લી: મોડાસામાં મોટા ભાગના ATM તહેવારેના દિવસે બંધ હાલતમાં જોવા મળે છે. જેના કારણે ખાતેદારો અને લોકો પરેશાન થયા છે. કાળઝાળ ગરમીમાં લોકો સવારથી પરેશાન થઈ રહ્યા છે.
મોડાસાના ATM નાણાં વિનાના નાથીયા
એકી સાથે બધા ATM ખાલીખમ હોવાથી લોકો છતે પૈસે ફાંફાં મારી રહયા છે. પરંતુ કોઈ ઉકેલ મળતો નથી. મોડાસામાં મોટા ભાગે એવું બને છે કે એક ATMમાં પૈસા ન હોય તો બધા જ ATM માં પૈસા હોતા નથી. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.