ગુજરાત

gujarat

ETV Bharat / state

બેન્ક ઓફ બરોડા દ્વારા મોબાઇલ ATM મશીન લોન્ચ કરવામાં આવ્યું - અરવલ્લી જિલ્લા કલેક્ટર

લોકડાઉન દરમિયાન ગામડાના લોકોને નાણાંની જરૂરિયાત ઉભી થઈ રહી છે અને તેઓ શહેરમાં આવેલી બેન્કમાં ફક્ત નાણાં ઉપાડવા આવી રહ્યા છે. આ સમસ્યાના સમાધાન રૂપે બેન્ક ઓફ બરોડાએ મોબાઈલ ATM લોન્ચ કર્યુ છે.

બેક ઓફ બરોડા દ્રારા મોબાઇલ ATM મશીન લોન્ચ કરવામાં આવ્યું
બેક ઓફ બરોડા દ્રારા મોબાઇલ ATM મશીન લોન્ચ કરવામાં આવ્યું

By

Published : May 8, 2020, 4:51 PM IST

મોડાસાઃ ગામડાના લોકોને નાણાં ઉપાડવા શહેરમાં ન આવવું પડે તે માટે અરવલ્લી જિલ્લાની મોડાસાની બેક ઓફ બરોડા શાખા દ્રારા મોબાઇલ ATM મશીન શરૂઆત કરી છે. આ ATM વિશેષ જે ગામડાઓમાં ATMની સુવિધા નથી અને લોકોને મોડાસા અથવા અન્ય નગરોમાં ફક્ત નાણાં ઉપાડવા માટે જવું પડે ત્યાં દર રોજ ચોક્કસ સમય સુધી મુકવામાં આવશે.

બેક ઓફ બરોડા દ્રારા મોબાઇલ ATM મશીન લોન્ચ કરવામાં આવ્યું

આ અંગે માહિતી આપતા જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરએ જણાવ્યું હતું કે, બેન્કો તરફથી જો આવી સુવિધા આપવામાં આવતી હોય તો બિન જરૂરી ગામડાના લોકોએ શહેર તરફ ન આવવુ જોઈએ.

ABOUT THE AUTHOR

...view details