બાયડ તાલુકાના ડેમાઈ ગામે રહેતા ધવલ મકવાણા તારીખ 12 ડિસેમ્બર 2019 ના રોજ મોડાસા ખાતે કૉલેજ જવાનું કહીને ઘરે થી નીકળ્યો હતો. જે ત્રણ દિવસ સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ બાયડ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. ધવલ મકવાણા સરકારી ઇજનેર કૉલેજમાં અભ્યાસ કરતો હતો. પરીક્ષામાં તેને ATKT આવી હતી. જેથી એક્સ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપતો હતો.
મોડાસા ઇજનેર કૉલેજનો વિદ્યાર્થી 3 દિવસથી ગૂમ, પરિવારે નોંધાવી પોલીસ ફરિયાદ - અરવલ્લી ન્યૂઝ
અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં આવેલી સરકારી ઈજનેર કૉલેજમાં અભ્યાસ કરતો એક યુવક છેલ્લા ત્રણ દિવસથી ગૂમ છે. તે પરીક્ષા આપવા ગયો હતો ત્યાબાદ તે ઘરે પાછો ન ફરતાં પરિવારજનો ચિંતામાં ગરકાવ થયો હતો. યવુકની આસપાસની જગ્યાએ તપાસ કરવામાં આવી હતી તેમજ મિત્રોને પણ જાણ કરી હતી. છતાં કોઈ માહિતી ન મળતાં પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરંતુ હજુ સુધી આ યુવક અંગે કોઈ માહિતી મળી હતી.
![મોડાસા ઇજનેર કૉલેજનો વિદ્યાર્થી 3 દિવસથી ગૂમ, પરિવારે નોંધાવી પોલીસ ફરિયાદ મોડાસા ઇજનેર કૉલેજનો વિદ્યાર્થી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5379926-thumbnail-3x2-ejner.jpg)
મોડાસા ઇજનેર કૉલેજનો વિદ્યાર્થી
મોડાસા ઇજનેર કૉલેજનો વિદ્યાર્થી 3 દિવસથી ગુમ થતાં પરિવારજનો ચિંતામાં
12 ડિસેમ્બરના રોજ પરીક્ષા હોવાથી તે મોડાસા જવા નીકળ્યો હતો. પરંતુ ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ તેની શોધખોળ કરી રહ્યા હતાં. તે દરમિયાન પરિવારને એક CCTV ફૂટેજ મળ્યા હતાં. જેમાં ધવલ 12 તારીખના રોજ મોડાસાના લક્ષમી.શોપિંગ સેન્ટમાં પ્રવેશતો અને બહાર નીકળતો જોવા મળ્યો હતો. ત્યારબાદ પરિવારે આ ફૂટેજ પોલીસને આપ્યા હતા અને તેના આધારે પોલીસ તપાસ આગળ વધારીને કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.