- ભિલોડા ખનીજ ચોરોએ કર્યો ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો
- 2 કર્મીઓ ઈજાગ્રસ્ત
- ટ્રેક્ટર ચાલકના સર્મથનમાં ગામ લોકોએ પણ હુમલો કર્યો
અરવલ્લીઃ જિલ્લાના ભિલોડા તાલુકાના ઇન્દ્રપુરા રોડ પર જંગલમાંથી ગેરકાયદેસર પથ્થર ભરી પસાર થતા ટ્રેક્ટરને ફોરેસ્ટ કર્મચારીઓએ અટકાવતા ભારે હોબાળો મચ્યો હતો. ટ્રેક્ટર ચાલકના સર્મથનમાં આવી કેટલાક ગામ લોકોએ ફોરેસ્ટ કર્મીઓ પર હુમલો કરતા એક વનકર્મી ઇજાગ્રહસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત કર્મીને સારવાર અર્થે ભિલોડા કોટેજ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
ભિલોડામાં ખનીજ ચોરોએ ફોરેસ્ટ કર્મચારીઓ પર હુમલો કર્યો - ફોરેસ્ટર કર્મીઓના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી
અરવલ્લી જિલ્લાના જંગલોમાંથી ગેરકાયદેસર લાકડા અને ખનીજની ચોરી થતી હોવાનું છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઇ રહ્યું છે. જેના પગલે ભિલોડા વનવિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટર ભવદીપસિંહ રાઠોડ અને ડ્રાઈવર તેમના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે ઇન્દ્રપુરા રોડ પર જંગલમાંથી ગેરકાયદેસર પથ્થર ભરી ટ્રેક્ટર પસાર થતા ટ્રેક્ટર ચાલકને ફોરેસ્ટર અટકાવ્યો હતો. જો કે, ટ્રેકટર ચાલકે હોબાળો મચવાતા તેના સમર્થનમાં લોકોનું ટોળું દોડી આવ્યું હતું અને બંને કર્મચારીઓ પર હુમલો કર્યો હતો. જેમાં ફોરેસ્ટર કર્મીઓના પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતી હતી. ઘટનાની ગંભીરતા સમજી ઉચ્ચ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તાબડતોડ બન્ને ઈજાગ્રસ્ત વનકર્મીઓને સારવાર માટે ખસેડી દીધા હતા અને ઘટનાસ્થળની મુલાકાત લઇ ભૂ-માફિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથધરી હતી.
- ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓના સહકારથી ખનીજ માફિયાઓ બેફામ બન્યા
અરવલ્લી જિલ્લમાં ભૂ-માફિયા અને ખનીજ ચોરી કરતા માથાભારે તત્વો હવે સરકારી અધિકારીઓ પર હુમલો કરતા પણ ખચકતા નથી. વનમાંથી લાકડા ચોરી કરતા વીરપ્પનોને સ્થાનિક કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓના સહકાર મળી રહ્યો છે. જેના પગલે ખનીજ ચોરોની હિંમત વધી ગઇ છે.