- ગુજરાત એડ્સ અવેરનેસ ઍન્ડ પ્રીવેંશન સોસાયટીના સભ્યોએ કોરોનાની રસી લીધી
- ગેપ સંસ્થાના 32 સભ્યોએ રસી લીધી
- ફ્રન્ટ લાઈન કોરોના વોરીયર્સ ને રસી લેવા માટે મેસેજ કરવામાં આવી રહ્યા
અરવલ્લી : ગુજરાત એડ્સ એવરનેશ એન્ડ પ્રિવેંશન સોસાયટીની ઉત્તર ગુજરાત ઝોનની અરવલ્લી શાખાના સભ્યોએ મોડાસા પી.એચ.સી સેન્ટર ખાતે કોરોના ની રસી લીધી હતી. આ સમયે ગેપના સભ્યોએ કોરોનાની રસી અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે પ્લેકાર્ડ પ્રદર્શિત કર્યા હતા.ગેપ સંસ્થાના 32 સભ્યોએ રસી લીધી હતી.આ તકે સભ્યોને પ્રોત્સાહન આપવા અને લોકોમાં કોરોના રસી અંગેની ગેર સમજ દૂર કરવા ગેપના ડિરેકટર પરમાનંદ દલવાડી એ ખાસ ઉપસ્થિત રહી કોરોના ની રસી લીધી હતી.આ ઉપરાંત આશાવર્કર આંગણવાડી વર્કર અને તેડાંગરના કર્મચારીઓ ને રસી અપાવમાં આવી હતી.
અરવલ્લીમાં અત્યાર સુધી નું રસીકરણ