ગુજરાત

gujarat

ETV Bharat / state

મેઘરજ પોલીસે અમદાવાદના ઇસમોને દારૂનું કાર્ટીંગ કરતા ઝડપ્યા

અરવલ્લી જિલ્લાની રાજસ્થાનની સરહદ પર આવેલા મેઘરજ તાલુકામાં મેઘરજ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. આ સમયે મેઘરજના કદવાડી ત્રણ રસ્તા પર નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતી કારને અટકાવી તલાશી લેતા કારમાં રૂપિયા 1,20,000 કિંમતની વિદેશી દારૂની 240 બોટલનો જથ્થો જપ્ત કર્યો હતો.

મેઘરજ પોલીસે અમદાવાદના ઇસમોને દારૂનું કાર્ટીંગ કરતા ઝડપ્યા
મેઘરજ પોલીસે અમદાવાદના ઇસમોને દારૂનું કાર્ટીંગ કરતા ઝડપ્યા

By

Published : Aug 14, 2020, 9:48 PM IST

Updated : Aug 14, 2020, 10:51 PM IST

  • મેઘરજ પોલીસે અમદાવાદના ઇસમોને દારૂનું કાર્ટીંગ કરતા ઝડપ્યા
  • કારમાં સવાર અમદાવાદના બે ઇસમોને દારૂ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી
  • વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 62,5500નો મુદ્દામાલ ઝડપી પાડ્યો

અરવલ્લીઃ જિલ્લાની મેઘરજ પોલીસે કદવાડી ત્રણ રસ્તા પરથી પસાર થઇ રહેલા કારમાંથી 1.20 લાખના વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. કારમાં સવાર અમદાવાદના બે ઇસમોને દારૂ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અરવલ્લી જિલ્લાની રાજસ્થાનની સરહદ પર આવેલા મેઘરજ તાલુકામાં મેઘરજ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે રાજસ્થાન તરફથી આવતા વાહનોનું ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. આ સમયે મેઘરજના કદવાડી ત્રણ રસ્તા પર નાકાબંધી કરી રાજસ્થાન તરફથી આવતી સ્કોડા કારને અટકાવી તલાસી લેતા કારમાં રાખેલા રૂપિયા 1,20,000 કિંમતની વિદેશી દારૂની 240 બોટલ નો જથ્થો જપ્ત કર્યો હતો..

કારમાં સવાર અમદાવાદના રહેવાસી અરુણ ઉદયકુમાર દવે અને નિલેશ ગોવિંદભાઇ રાણાની ધરપક્ડ કરી હતી. આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા વિદેશી દારૂ અમદાવાદ સીટીએમમાં રહેતા જગદીશ રાજુ નામના બુટલેગરે મંગાવ્યો હોવાનું અને કારમાં કંથારિયાના અશોક ડામોર નામના બુટલેગરે ભરી આપ્યો હોવાનું પોલીસને જાણવા મળ્યુ હતું.

મેઘરજ પોલીસે સ્કોડા કાર, મોબાઇલ અને વિદેશી દારૂ મળી કુલ રૂપિયા 62,5500નો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Last Updated : Aug 14, 2020, 10:51 PM IST

ABOUT THE AUTHOR

...view details