મેઘરજના જંગલોમાં છાને છપને નિકળી રહ્યું છે વૃક્ષોનુ નિકંદન - Gujarati News
અરવલ્લીઃ ચોમાસાની શરૂઆત થતાની સાથે સરકાર તેમજ સામાજીક સંસ્થાઓ વૃક્ષો વાવવા લોકોને આહ્વાન કરવામાં આવે છે. જેના પગલે કેટલાય છોડનું રોપણ કરી દેશ અને ગુજરાતને હરીયાળો બનાવવાના પ્રયત્ન કરવામાં આવે છે.જોકે જંગલોમાંથી જલાઉ તેમજ ઇમારતી લાકડા કાપવામાં આવી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વનવિભાગના નાક નીચે ધોળે ધોળે દહાડે વૃક્ષોનુ નિકદંન કાઢવામાં આવી રહ્યું છે .
મેઘરજના જંગલોમાં છાને છપને નિકળી રહ્યું છે વૃક્ષોનુ નિકંદન
મેઘરજના જંગલોમાં ઠેર ઠેર વૃક્ષો કપાયેલા જોવા મળે છે. આ વૃક્ષોના કપાયેલા ભાગ જોતા ઇલેક્ટ્રીક કટરથી કાપેલ હોય તેવુ જણાઇ આવે છે. મળતી માહિતી અનુસાર વનવિભાગની રહેમ નજર હેઠળ ઇમારતી લાકડા અને જલાઉ લાકડાના તોતિંગ વૃક્ષો પણ ગણતરીની મિનિટોમાં થડમાંથી કાપી આ લાકડા ટ્રેકટર કે ટેમ્પોમાં ભરી ચોર રફુચક્કર થઇ જતા હોય છે.પર્યાવરણ પ્રેમીઓની માંગ છે કે આ અંગે ઉચ્ચ સ્તરીય તપાસ કરી વન વિભાગના અધિકારીઓ સામે બેદરકારી દાખવવા બદલ કાર્યવાહી કરવામાં આવે .